Pakistan Cricketમાં નવો વિવાદ, જેસન ગિલેસ્પીએ ચીફ સિલેક્ટરના લીધા ક્લાસ!

📅 Published: September 4, 2026 | 📂 Category: cricket

પાકિસ્તાન ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ટીમની પસંદગી અને મેનેજમેન્ટના નિર્ણયોને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટા ફેરફાર કર્યા છે.આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર આકિબ જાવેદ પર આકરો પ્રહાર કર્યો છે.જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદની નિર્ણય લેવાની રીત પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ વારંવાર પોતાનો નિર્ણય બદલે છે.ગિલેસ્પીના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે.

ગિલેસ્પીએ આકિબ જાવેદ પર કર્યા આકરા પ્રહાર

પાકિસ્તાનની ટીમમાં મોટા ફેરફારો થયા બાદ જેસન ગિલેસ્પીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટની વર્તમાન સ્થિતિ જોવી દુઃખદ છે.ખાસ કરીને ખેલાડીઓ માટે તેમને દુઃખ થાય છે.કારણ કે સતત થતા ફેરફારોની સીધી અસર ખેલાડીઓ પર પડે છે.ગિલેસ્પીના જણાવ્યા પ્રમાણે બહારથી જોતા એવું લાગે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પસંદગીકારો ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે.તેમણે આકિબ જાવેદની પસંદગીની નીતિ અંગે પણ સવાલ ઉઠાવ્યો.ગિલેસ્પીએ કટાક્ષ કરતાં કહ્યું કે આકિબ જાવેદ પાસે પસંદગી અંગે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના દેખાતી નથી અને તેઓ પોતાનો નિર્ણય વારંવાર બદલે છે. તેમણે આ બદલાવની તુલના રોજ પેન્ટ બદલવા સાથે કરી હતી.આ નિવેદનને કારણે આકિબ જાવેદ સામે ગિલેસ્પીનો વિરોધ વધુ સ્પષ્ટ બન્યો છે.

ખેલાડીઓ સાથે વાતચીતના’ ઉઠયા સવાલ

જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ અને પસંદગીકારો વચ્ચેના સંવાદ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે.તેમના મતે ખેલાડીઓ સાથે યોગ્ય વાતચીત અને સ્પષ્ટતા ખૂબ મહત્વની છે.જો વારંવાર નિર્ણયો બદલવામાં આવે તો તેની અસર ખેલાડીઓના આત્મવિશ્વાસ પર પડી શકે છે.પાકિસ્તાન ક્રિકેટમાં તાજેતરના ફેરફારોને કારણે પણ આ ચર્ચા વધી છે.ઈંગ્લેન્ડ સામે સતત 2 ટેસ્ટમાં મોટી હાર બાદ ટીમમાંથી 7 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

આકિબ જાવેદે ગિલેસ્પીને જવાબદાર ગણાવ્યા હતા

જેસન ગિલેસ્પીએ વધુમાં જણાવ્યું કે આકિબ જાવેદ અગાઉ ગેરી કર્સ્ટન અને તેમને પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિ માટે જવાબદાર ગણાવી ચૂક્યા છે.ગિલેસ્પીનું કહેવું છે કે તેઓ પાકિસ્તાન ક્રિકેટથી દૂર થયા બાદ પણ તેમની પરિસ્થિતિ માટે દોષ મૂકવામાં આવ્યો તે તેમને સમજાતું નથી.ગિલેસ્પીએ કહ્યું કે આકિબ જાવેદ છેલ્લા 2 વર્ષથી પસંદગી સમિતિના અધ્યક્ષ છે.તેથી વર્તમાન સ્થિતિ અંગે તેમને પોતાની ભૂમિકા પર પણ વિચાર કરવો જોઈએ.જેસન ગિલેસ્પી પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે અને આ દરમિયાન ટીમ સાથે જોડાયેલા ઘણા નિર્ણયોનો તેઓ ભાગ રહ્યા હતા.જોકે બાદમાં તેમનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનો સંબંધ સમાપ્ત થયો હતો.હવે પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એક વખત ટીમની પસંદગી,કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે.ગિલેસ્પીના નિવેદનથી આકિબ જાવેદ અને PCBની કાર્યપદ્ધતિ પર ચર્ચા વધુ તેજ બની શકે છે.

આ પણ વાંચો – Virat Kohli 2027 વનડે વર્લ્ડ કપ રમશે? BCCIના નિર્ણયથી ફેન્સમાં ખુશીની લહેર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *