Pat Cumminsનો મોટો સંકેત! હાર બાદ ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11માં ફેરફારની તૈયારી

📅 Published: October 23, 2026 | 📂 Category: cricket

દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 31 રનથી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. સતત ખરાબ બેટિંગને કારણે ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થયા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ સ્વીકાર્યું છે કે હવે પ્લેઇંગ ઇલેવન અંગે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. 27 ઓક્ટોબરથી કેપટાઉનમાં શરૂ થનારી નિર્ણાયક ટેસ્ટ પહેલાં ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ખરાબ બેટિંગથી ઓસ્ટ્રેલિયા પર વધ્યું દબાણ

ગેબેરહામાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 425 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ફોલોઑન રમવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં 295 રન જ બનાવી શકી હતી. પરિણામે તેને ઇનિંગ્સ અને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બંને ઇનિંગ્સમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહોતા. માર્નસ લાબુશેને બીજી ઇનિંગ્સમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે નિક મેડિન્સન અને બ્યુ વેબસ્ટર પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. મેડિન્સને પ્રથમ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યું નહોતું અને બીજી ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવ્યા હતા. વેબસ્ટરે બંને ઇનિંગ્સમાં અનુક્રમે 13 અને 8 રન નોંધાવ્યા હતા.આવા પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ સામે ખેલાડીઓમાં ફેરફાર કરવાનો પડકાર ઊભો થયો છે

પેટ કમિન્સે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું કે ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય સરળ નથી. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીને વધુ એક તક આપવી કે પછી નવા ખેલાડીને મેદાનમાં ઉતારવો, તે અંગે આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે.કમિન્સના જણાવ્યા પ્રમાણે, ટીમ મેનેજમેન્ટે હવે પ્લેઇંગ ઇલેવનના સંયોજન અંગે ગંભીરતાથી વિચારવું પડશે. ખાસ કરીને બેટિંગમાં સુધારો કરવો ઓસ્ટ્રેલિયા માટે સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે.

કેમેરોન ગ્રીન અને જોશ ઇંગ્લિસને મળી શકે છે તક

નિર્ણાયક ટેસ્ટ પહેલાં કેમેરોન ગ્રીન અને જોશ ઇંગ્લિસની ઉપલબ્ધતા પણ ઓસ્ટ્રેલિયાની પસંદગી પર અસર કરી શકે છે.પેટ કમિન્સે સંકેત આપ્યો છે કે બંને ખેલાડીઓ ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ થઈ શકે છે.જો બંને ખેલાડીઓ રમવા માટે ફિટ હોય,તો ટીમ મેનેજમેન્ટ તેમની પસંદગી અંગે વિચાર કરી શકે છે.જોકે, અંતિમ નિર્ણય ખેલાડીઓની ઉપલબ્ધતા,ફિટનેસ અને ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.ઓસ્ટ્રેલિયા માટે આ ફેરફાર મહત્ત્વપૂર્ણ બની શકે છે,કારણ કે ટીમને શ્રેણી જીતવા માટે છેલ્લી ટેસ્ટમાં વધુ મજબૂત પ્રદર્શન કરવું પડશે.

પ્રથમ ટેસ્ટમાં જીત છતાં બેટિંગ પર સવાલ

ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું હતું.તે મેચમાં મેટ રેનશોએ લગભગ 10 વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.તેમ છતાં પેટ કમિન્સે સ્વીકાર્યું કે ટીમની બેટિંગ અપેક્ષા મુજબ રહી નહોતી.કમિન્સના મતે,બેટ્સમેનોની ક્ષમતા અને તેમના પોતાના ધોરણોની સરખામણીમાં ટીમ ઓછા રન બનાવી રહી છે.તેથી માત્ર પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવો પૂરતો નથી,પરંતુ બેટિંગમાં સતત સુધારો લાવવો પણ જરૂરી છે.

27 ઓક્ટોબરે નિર્ણાયક મુકાબલો

હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ 27 ઓક્ટોબરથી કેપટાઉનમાં રમાશે.આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઇચ્છશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની નજર સતત બીજી જીત સાથે શ્રેણી જીતવા પર રહેશે. હવે જોવાનું એ રહેશે કે પેટ કમિન્સની ટીમમાં ખરેખર કેટલા ફેરફાર થાય છે અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો નિર્ણાયક મેચમાં વાપસી કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો – Temba Bavumaનો ધમાકો! ટ્રેવિસ હેડનો ઘમંડ તૂટ્યો, ઓસ્ટ્રેલિયાનો વિજયરથ રોકાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *