Patan: ચાણસ્મા પોલીસે જાહેરમાં માર મારતાં HCની નોટિસ, DGP અને 20થી વધુ પોલીસકર્મીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા આદેશ

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 18 માર્ચના રોજ પોલીસે આરોપીઓને જાહેરમાં રસ્તા પર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં કસ્ટડી કે ધરપકડ દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારવાના બનાવને પગલે ઠાકોર સમાજના એક યુવાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન (અદાલતના તિરસ્કારની અરજી) દાખલ કરવામાં આવી હતી.

પાટણ પોલીસ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટની મોટો આદેશ

અરજદારે પોતાની પિટિશનમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે કાયદાનો અનાદર કરીને માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી આ કુકર્મમાં સામેલ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે અત્યંત ગંભીર નોંધ લેતાં ચાણસ્મા પોલીસ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP), મુખ્ય સચિવ (Chief Secretary), પાટણ જિલ્લા પોલીસ વડા (SP) અને DySP સહિતના ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી છે.

ચાણસ્મામાં આરોપીને જાહેરમાં માર મારવાના મામલો

હાઇકોર્ટે આ ઘટનામાં સંડોવાયેલા 20થી વધુ પોલીસકર્મીઓને આગામી 21 સપ્ટેમ્બરના રોજ અદાલતમાં રૂબરૂ (પર્સનલ) હાજર રહેવા માટે આકરો આદેશ કર્યો છે.  રાજ્યના ટોચના વહીવટી અને પોલીસ વડાઓને અદાલતના આદેશોનું ઉલ્લંઘન કેમ થયું તે અંગે લેખિતમાં ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *