Patan યુનિવર્સિટી MBBS ગુણ કૌભાંડ, નાપાસમાંથી પાસ કરવાના ખેલમાં વધુ એક આરોપી પરિમલ પટેલ ઝડપાયો

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના ચર્ચિત MBBS ગુણ કૌભાંડમાં પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. નાપાસ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પાસ કરાવવાના આ કૌભાંડમાં સામેલ પરિમલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ વર્ષ 2018 માં લેવાયેલી પ્રથમ વર્ષ MBBS ની પરીક્ષા દરમિયાન આચરવામાં આવ્યું હતું, જેમાં નકલી ઉત્તરવહીઓ ઊભી કરીને માર્ક્સમાં મોટાપાયે હેરાફેરી કરવામાં આવી હતી.

નકલી ઉત્તરવહીઓ અને બોગસ સહીઓથી નાપાસને પાસ કરવાનો આક્ષેપ

પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા બહારથી નકલી ઉત્તરવહીઓમાં સાચા જવાબો લખાવવામાં આવતા હતા અને ત્યારબાદ યુનિવર્સિટીની અસલ ઉત્તરવહીઓની જગ્યાએ તેને ચાલાકીપૂર્વક ગોઠવી દેવામાં આવતી હતી. આટલું જ નહીં, ઉત્તરવહીઓ પર પ્રોફેસરોની બોગસ સહીઓ કરીને અને કોમ્પ્યુટર સિસ્ટમમાં ખોટી માર્ક્સ એન્ટ્રીઓ કરીને નાપાસ થયેલા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવતા હતા.

આરોપીના 23 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર, 3 આરોપીઓ ઝડપાયા

ધરપકડ બાદ પોલીસે આરોપી પરિમલ પટેલને અદાલતમાં રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલની ધારદાર દલીલો અને કૌભાંડના ઊંડાણપૂર્વકના તાર મેળવવા માટે કોર્ટે આરોપીના 23 સપ્ટેમ્બર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હાઈપ્રોફાઈલ ગુણ કૌભાંડમાં અત્યાર સુધીમાં પરિમલ પટેલ, રાજદીપ અને કનુ ચૌધરી નામના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હાલ પોલીસ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંમેલિત છે તે દિશામાં સઘન પૂછપરછ ચલાવી રહી છે.

આ પણ વાંચો : Banaskantha News : સરહદી વિસ્તારના વગડામાં ખીલેલું ફૂલ હતો ચંદન રાઠોડ, ઈન્સ્ટાગ્રામ સ્ટારના બેસણામાં પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *