Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે. ભૂતકાળના તમામ વિવાદોને ભૂલીને લોકગાયિકા કિંજલ રબારીએ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી છે અને પ્રભુતામાં પગલાં માંડી લીધા છે.

સમાજના યુવક સાથે સમાજની રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા

કિંજલ રબારીએ પોતાના જ સમાજના યુવક સાથે સમાજની રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેઓ ગોતરકા ગામના વતની મુકેશ રબારી નામના યુવક સાથે પરણિન સૂત્રે બંધાયા છે. મુકેશ રબારી વ્યવસાયે શિક્ષક હોવાની માહિતી સામે આવી છે. આ લગ્ન પ્રસંગ કોઈ ભવ્ય આયોજનના બદલે માત્ર નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં અત્યંત સાદા સમારંભમાં યોજવામાં આવ્યો હતો.

અગાઉ કિંજલ રબારી પોતાના આંતરજ્ઞાતીય પ્રેમ પ્રકરણ અને લગ્નને લઈને ભારે વિવાદમાં હતા

ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલ રબારી પોતાના આંતરજ્ઞાતીય પ્રેમ પ્રકરણ અને લગ્નને લઈને ભારે વિવાદમાં રહ્યા હતા. ભૂતકાળમાં તેમણે પરિવારની મંજૂરી વિના અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે તે જૂની બાબતોને પાછળ છોડીને તેમણે પોતાના સમાજના જ શિક્ષક મુકેશ રબારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવું જીવન શરૂ કર્યું છે. 

આ પણ વાંચો : Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *