Patan: સિદ્ધપુરના ગણેશપુરામાં ધંધામાં ખોટું નુકસાન બતાવી નિવૃત્ત વૃદ્ધ પાસેથી 25 લાખ પડાવ્યા

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ગણેશપુરા ગામમાં એક નિવૃત્ત વૃદ્ધને નિશાન બનાવી તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ફરિયાદી વૃદ્ધ સાથે ધંધાકીય વ્યવહારમાં ખોટું નુકસાન થયું હોવાનું બહાનું બતાવીને માનસિક દબાણ ઊભું કર્યું હતું અને તેમની પાસેથી તબક્કાવાર રૂ. 25 લાખની રકમ બળજબરીથી પડાવી લીધી હતી.

વૃદ્ધને ધંધામાં ખોટું નુકસાન બતાવી રૂ. 25 લાખ પડાવ્યા

આ ઘટનામાં રૂ. 25 લાખ પડાવી લીધા બાદ પણ આરોપીઓનો અસંતોષ શમ્યો નહોતો. આરોપીઓએ વધુ પડપંચ રચીને “અમારે હજુ તમારા ભેગા 3 કરોડ રૂપિયા લેવાના નીકળે છે” તેમ કહીને વૃદ્ધ પાસે મોટી રકમની ગેરકાયદે માંગણી શરૂ કરી હતી. જ્યારે વૃદ્ધે આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી, ત્યારે આરોપીઓએ તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

6 શખસો સામે સિદ્ધપુર પોલીસમાં ગુનો

સિદ્ધપુર પોલીસે પીડિત વૃદ્ધની ફરિયાદના આધારે ઘટનામાં સામેલ તમામ ૬ શખસો સામે ખંડણી, ગેરકાયદે નાણાં માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આરોપીઓએ અગાઉ પડાવેલા ૨૫ લાખ રૂપિયા અને તેમની સાથે થયેલા ધંધાકીય દસ્તાવેજોની પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Vadodara: ‘બિચ્છુ ગેંગ’નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *