Patan News: ગાંધીના ગુજરાતમાં દારૂના દૂષણે લીધો વધુ એકનો ભોગ! જનતા રેડ બાદ સફાળી જાગી પોલીસ!

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે વધુ એક પરિવાર વિખેરાઈ ગયો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દારૂના દૂષણને કારણે 1 વ્યક્તિનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. સરસ્વતીના ખોડાણા ગામના રહીશ અને આશરે 45 વર્ષીય ઠાકોર વિનુજી દેસડાજીનો મૃતદેહ ઊંટવાડા ગામે ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા નજીકથી મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોષે ભરાયેલા ગ્રામજનોએ ભઠ્ઠીઓ પર જનતા રેડ

વિનુજી ઠાકોરના મોત બાદ આક્રોશમાં આવેલા ઊંટવાડા ગામના લોકો સ્વયંભૂ દેશી દારૂના અડ્ડાઓ પર એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ જાતે જ દારૂ બનાવવાના આ અડ્ડાઓ પર જનતા રેડ પાડી હતી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે, ગામમાં 3 જેટલા દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. લોકલ પોલીસની હપ્તાખોરી અને નિષ્ક્રિયતાના કારણે જ બુટલેગરો બેફામ બન્યા છે અને પરિણામે વધુ એક પરિવાર નોંધારો બન્યો છે.

Patan News: Saraswati Liquor Death: Villagers Raid Illegal Bootlegger Den

પોલીસ દોડતી થઈ, મહિલા બુટલેગર સામે કાર્યવાહી અને લીટર વોશનો નાશ

ગ્રામજનોનો ભારે વિરોધ અને આક્રોશ જોઈને પાટણ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોના રોષ વચ્ચે પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા બુટલેગર નંદાબેન ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દારૂના અડ્ડા પર પહોંચેલી પોલીસે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 200 લીટરના 3 પીપમાંથી કુલ 600 લીટર વોશનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

Patan News: Saraswati Liquor Death: Villagers Raid Illegal Bootlegger Den

FIR અને મુદામાલ, 15 હજારનો માલ નષ્ટ, પણ સવાલો યથાવત

પોલીસે રૂ. 15,000 ની કિંમતનો દારૂ બનાવવાનો મુદ્દામાલ અને વોશ નષ્ટ કરીને મહિલા બુટલેગર વિરુદ્ધ FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આટલી મોટી ઘટના બન્યા બાદ જ પોલીસ કેમ જાગે છે? તેવો સવાલ ઉઠાવી મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ તંત્ર સામે ભારે ફિટકાર વર્સાવ્યો છે.

આ પણ વાંચો: Patan News: ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધતા પૂર્વ ધારાસભ્યની રજૂઆત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *