Personal Loan: 46થી 55 વર્ષની ઉંમરના લોકો ધડાધડ લઇ રહ્યા છે લોન! એક વર્ષમાં લોનની માંગમાં 57%નો વધારો

📅 Published: November 19, 2026 | 📂 Category: Business

કમાણીની સાથે બચત કરવી પણ એટલી જ જરૂરી છે. જોકે, ઘણા લોકો બચત કરતા નથી. આવી સ્થિતિમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા અથવા અન્ય કામ માટે તેમને પર્સનલ લોન લેવી પડે છે. બાળકોના અભ્યાસથી લઈને બીમારીની સારવાર સુધી, અચાનક અનેક કારણોસર પૈસાની જરૂર પડી શકે છે.

આવી જરૂરિયાતો પૂરી કરવા લોકો પર્સનલ લોનનો સહારો લે છે. પરંતુ શું તમે નોંધ્યું છે કે હવે માત્ર યુવાનો જ નહીં, પરંતુ 46થી 55 વર્ષની વયના લોકો પણ પર્સનલ લોન લેવાનું પસંદ કરી રહ્યા છે? આ વાતનો ખુલાસો ફિનટેક પ્લેટફોર્મ પૈસાબજારના આંકડામાં થયો છે. આ સાથે દેશનાં કયા રાજ્યના લોકો સૌથી વધુ પર્સનલ લોન લઈ રહ્યા છે તેની માહિતી પણ સામે આવી છે.

પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વધારો

ફિનટેક પ્લેટફોર્મ પૈસાબજારના તાજેતરના આંકડા મુજબ, તાત્કાલિક પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો થયો છે. આંકડા પ્રમાણે, 46થી 55 વર્ષની વયના લોકોને આપવામાં આવેલી પર્સનલ લોનમાં વાર્ષિક ધોરણે 70 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે પર્સનલ લોન લેવામાં કયા રાજ્યના લોકો સૌથી આગળ છે.

કયા રાજ્યના લોકો સૌથી આગળ?

પૈસાબજારના કુલ પર્સનલ લોન વિતરણમાં એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સો ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો રહ્યો છે. આ રાજ્યોમાં વાર્ષિક ધોરણે પર્સનલ લોનના વિતરણમાં નીચે મુજબ વધારો નોંધાયો છે.

– ગુજરાત: 57 ટકાનો વધારો

– ઉત્તર પ્રદેશ: 40 ટકાનો વધારો

– મહારાષ્ટ્ર: 40 ટકાનો વધારો

પર્સનલ લોન લેવાના ફાયદા

પર્સનલ લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના માટે સામાન્ય રીતે ઘરેણાં કે મિલકત ગીરવે રાખવાની જરૂર પડતી નથી.

– પર્સનલ લોનની મદદથી બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરની મરામત અને સારવાર જેવા ખર્ચ પૂરા કરી શકાય છે.

– પર્સનલ લોન લેવા માટે મર્યાદિત દસ્તાવેજો જ આપવાના રહે છે.

– આ લોનની રકમનો ઉપયોગ કોઈ એક નક્કી કરેલા કામ માટે જ કરવો જરૂરી નથી. તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો.

આ રાજ્યોમાં પણ પર્સનલ લોનની માંગ વધી

ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ પર્સનલ લોનની માંગ જોવા મળી છે. તેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *