Petrol Diesel Price Today: આજે બદલાયો છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? જાણો 1 લિટરનો રેટ

📅 Published: September 12, 2026 | 📂 Category: Business

Petrol Diesel Price Today: દેશમાં લોકોને આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.  આનો અર્થ એ છે કે 12 સપ્ટેમ્બર, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ગઈકાલ જેટલા જ યથાવત રહ્યા છે.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા ? 

આજે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે અને તે લગભગ 3% ઘટીને $104.42 પ્રતિ બેરલ પર આવી ગયા છે; ગઈકાલે આ ભાવ થોડા સમય માટે $109 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. ક્રૂડ ઓઈલના વધતા ભાવ વૈશ્વિક ચિંતાનો વિષય છે. જો ભાવમાં વધુ વધારો થશે, તો ઓઈલ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. જોકે હાલમાં ભાવ સ્થિર હોવાથી થોડી રાહત છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. પ્રીમિયમ XP95 નો ભાવ ₹109.24 છે, જ્યારે હાઈ-ઓક્ટેન XP100 નો ભાવ ₹167.35 છે.

પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહત 

જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ ઊંચા સ્તરે છે. પરિણામે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજીકથી નજર રાખવામાં આવશે. તેમ છતાં, રાહતની વાત એ છે કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ 25 મેથી યથાવત રહ્યા છે.

શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ (12 સપ્ટેમ્બરે શું છે ભાવ)

શહેર  પેટ્રોલ / લિટર  ડીઝલ / લિટર
નવી દિલ્હી  102.12  95.20
કોલકાતા  113.51  99.82
મુંબઈ  111.21  97.83
ચેન્નાઈ  107.78  99.56
નોઈડા  102.1  95.56 

શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તે જોતાં, એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ ઈંધણના ભાવ વધશે. સરકાર તરફથી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જો આ વલણ ચાલુ રહેશે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો ભારતની સરકારી ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ વધારવાની ફરજ પડી શકે છે, કારણ કે તેઓ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ પર નુકસાન વેઠી રહી છે.

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 12 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે. 

શહેર  પેટ્રોલ / લિટર  ડીઝલ / લિટર 
અમદાવાદ  ₹101.81  ₹97.92
ગાંધીનગર  ₹102.01  ₹98.13
રાજકોટ  ₹101.85  ₹97.99 
સુરત  ₹102.15  ₹98.27
વડોદરા  ₹101.46  ₹97.57
જૂનાગઢ  ₹102.48  ₹98.62

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *