Petrol Diesel Price Today: મુંબઇમાં પેટ્રોલ 111.18 જ્યારે ડીઝલ ₹97.83.. જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

📅 Published: September 3, 2026 | 📂 Category: Business

કાચા તેલના ભાવમાં ઘટાડો છતાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $95 થી ઉપર જોવા મળ્યો છે. આ દરમિયાન, સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમે પણ 3 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર

બ્લૂમબર્ગ અનુસાર, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ સવારે $90.78 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $95.20 પર હતું. ત્યારે વાત કરીએ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવની. તે પહેલા જાણીએ કે દેશમાં સૌથી સસ્તું તેલ પોર્ટ બ્લેરમાં છે. અહીં પેટ્રોલની કિંમત ₹88.66 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત ₹84.56 છે

આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 

  • દિલ્હીમાં, ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે.
  • દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે
  • મુંબઈ: પેટ્રોલ ₹111.18 અને ડીઝલ ₹97.83  પ્રતિ લિટર.
  • જયપુરમાં, પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.
  • પટનામાં પેટ્રોલનો ભાવ ₹112.70 અને ડીઝલનો ભાવ ₹99.87 પ્રતિ લિટર છે.
  • લખનૌમાં પેટ્રોલનો ભાવ ₹102.05 અને ડીઝલનો ભાવ ₹99.28 પ્રતિ લિટર છે.
  • ભોપાલમાં પેટ્રોલનો ભાવ ₹114.65 અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 

ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 3 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:

શહેર 
પેટ્રોલ /લિટર  ડીઝલ/લિટર  
અમદાવાદ  ₹101.83  ₹97.92 
ગાંધીનગર  ₹102.04  ₹98.15
રાજકોટ  ₹101.85  ₹97.99
સુરત  ₹101.85  ₹97.99
વડોદરા  ₹101.73  ₹97.85
જૂનાગઢ  ₹102.48  ₹98.62

તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?

તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:

  • IOCL: ‘RSP <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92249 92249 પર SMS કરો.
  • HPCL: ‘HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92222 01122 પર SMS કરો.
  • BPCL: ‘RSP <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92231 12222 પર SMS કરો. 

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *