PGVCLના નિવૃત્ત કર્મચારી મનસુખ વાછાણીની હત્યા:લાલપુરમાં તેમના જ ઘરમાં ઘાતકી હત્યા, SP સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવરાત્રિના બીજા નોરતે એક હત્યાની ઘટના સામે આવી છે. લાલપુરના દવાખાના રોડ પર રહેતા PGVCLના નિવૃત્ત કર્મચારી મનસુખ વાછાણીની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનિ, ASP પ્રતિભા, LCB પી.આઈ. અને લાલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ હત્યાનું કારણ અને હત્યારાઓ અંગેનું રહસ્ય અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. લૂંટ, અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *