PM મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાશે:રાજકોટ મનપાએ 18 વોર્ડમાં 35 સ્થળે વ્યવસ્થા ઉભી કરી ; ખર્ચ ઘટાડવા દિવાળી કાર્નિવલ 5 નહીં 3 દિવસ, 6 ફ્લોટ્સ સાથેનો ટેબ્લો-ફૂડકોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે ઉજવાનાર “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરાયું છે. કેવડિયા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમનું રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં કુલ 35 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાંજે 05:30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડ અને સાંજે 07:10 કલાકે વડાપ્રધાન મોદીના ઉદબોધનનું લાઈવ પ્રસારણ કરાશે. નાગરિકો સરળતાથી આ કાર્યક્રમ નિહાળી શકે તે માટે મનપા દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વોર્ડ 1 થી 3 માં ધરનગર મંદિર, સરકારી સ્કૂલ નં. 90 પાસેનો બગીચો, એરપોર્ટ રોડ સ્થિત સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ, બજરંગવાડી શાળા નં. 59, શિવાજી કોમ્યુનિટી હોલ અને મહાદેવ પ્રા.શાળા નં. 44 ખાતે વ્યવસ્થા થઈ છે. તે રીતે, વોર્ડ 4 થી 6 માં વેલનાથ પ્રા. શાળા, ભગવતીપરા શાળા નં. 100, પંડિત દીનદયાળ અને નેહરુ કોમ્યુનિટી હોલ સહિતની શાળાઓમાં, વોર્ડ 7 થી 9 માં શાળા નં. 19, કિશોરસિંહજી સ્કૂલ, સોજીત્રા નગર વોર્ડ ઓફિસ સામે, શાળા નં. 81/એ, તુલસીબાગ અને પાટીદાર પેન્થર ગ્રાઉન્ડ ખાતે ઉપરાંત વોર્ડ 10 થી 18માં પુષ્કર ધામ મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બેકબોન હોલ, કાંતિભાઈ વૈધ હોલ, રંગીલા હનુમાન મંદિર અને પુરુષાર્થ સોસાયટી મંદિર સહિતના કુલ 35 સ્થળોએ નાગરિકો માટે વ્યવસ્થા કરાઈ છે. મનપાના પદાધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરાયો છે. રાજકોટમાં ખર્ચ ઘટાડવા 5ને બદલે 3 દિવસનો દિવાળી કાર્નિવલ, 6 ફ્લોટ્સનો ટેબ્લો અને ફૂડકોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે રાજકોટ મનપા દ્વારા દીપોત્સવી પર્વને રંગેચંગે ઉજવવા સાથે ખર્ચ ઘટાડવા અગાઉના 5 દિવસના આયોજનને બદલે તા. 6 થી 8 નવેમ્બર દરમિયાન માત્ર 3 દિવસનો દિવાળી મીની કાર્નિવલ યોજવામાં આવશે. ધનતેરસની સાંજે 6 વાગ્યાથી રેસકોર્સ રીંગરોડ ઉપર રંગબેરંગી રોશનીના ઝગમગાટ સાથે આ ઉત્સવનો પ્રારંભ થશે, તથા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલ શરૂ થશે જેમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવા મળશે. આ કાર્નિવલમાં 6 ફ્લોટ્સનો ટેબ્લો અને ફૂડકોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધનતેરસે કાર્નિવલનાં ઉદ્ઘાટન બાદ ભવ્ય આતશબાજી યોજાશે. તા. 7 ના રોજ કાળી ચૌદસ નિમિત્તે સાંજે 07 વાગ્યે રંગોળી સ્પર્ધા યોજાશે અને 6 આકર્ષક ફ્લોટ્સ સાથેના ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્નિવલના 6 ફ્લોટ્સ અને સ્વાદિષ્ટ ફૂડકોર્ટ શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત ધનતેરસની સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજી સાથે આધુનિક લેસર શોનું પણ આયોજન કરાયું છે, જે નાગરિકોની દિવાળીની રજાઓને વધુ યાદગાર બનાવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *