PM મોદીની સ્પેસ સ્ટાર્ટઅપ્સને મોટી સલાહ: ‘જોખમ લો, સરકાર તમારી સાથે છે’, ભારત તરફ આકર્ષાશે દુનિયાભરની પ્રતિભા

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

Prime Minister નરેન્દ્ર મોદીએ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે દેશના 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે વાતચીત કરતાં કહ્યું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. દેશે સ્પેસ સેક્ટરમાં ઘણું બધું હાંસલ કર્યું છે. તમે જોખમ ઉઠાવો , સરકાર તમારી સાથે છે. આ વાતચીત દરમિયાન PM મોદીએ દેશમાં એવો માહોલ બનાવવાની વાત કરી, જેથી દુનિયાભરની પ્રતિભાઓ ભારત તરફ આકર્ષાય. સ્ટાર્ટઅપ્સના CEO અને સંસ્થાપકો સાથેની વાતચીતમાં વડાપ્રધાને નીતિઓ પર ભાર મૂક્યો અને કહ્યું કે સારી નીતિઓ જોખમ લેનારાઓને વિશ્વાસ અપાવે છે.

PM નરેન્દ્ર મોદીએ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની ખૂબ પ્રશંસા કરી

PM મોદીએ કહ્યું કે, તમે એક નવા ક્ષેત્રમાં હિંમત બતાવી છે. સૌથી મોટી વાત એ છે કે તમે સરકાર પર વિશ્વાસ કર્યો છે. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે આપણે જે નિર્ણય લઈએ, તેના પર અડગ રહેવું જોઈએ. વારંવાર નિર્ણયો બદલવા ન જોઈએ. તેનાથી જે લોકો જોખમ લેવા માટે તૈયાર હોય છે, તેઓ નિશ્ચિંત રહે છે. જો તેમની ભૂલથી કંઈક ખોટું થઈ જાય તો વાત અલગ છે, પરંતુ કોઈ તેમનો સાથ છોડશે નહીં. આ જ વિશ્વાસ અમે જાળવી રાખવા માંગીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ભારત સ્પેસ ક્ષેત્રમાં દુનિયાભરની પ્રતિભાઓને પોતાની તરફ આકર્ષી શકે છે.

ભારતમાં ટેલેન્ટની કમી નથી: PM

વડાપ્રધાને કહ્યું કે, આપણે એવું વાતાવરણ અને વ્યવસ્થા બનાવવી જોઈએ કે જ્યારે દુનિયા સ્પેસ ક્ષેત્ર વિશે વિચારે, ત્યારે સૌથી પહેલા ભારત તરફ જુએ. કોઈ ભારતીય સ્ટાર્ટઅપ અથવા ભારતીય સ્પેસ એજન્સી સાથે જોડાવા માંગે. આપણે આ સમગ્ર પ્રતિભાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી શકીએ છીએ. આ આપણા માટે ખૂબ મોટી તાકાત બની શકે છે. આપણે ખર્ચના મામલે ખૂબ સસ્તા છીએ. પ્રતિભાની ગુણવત્તા પર કોઈ શંકા નથી અને આપણા દેશના લોકોમાં જોખમ લેવાની સ્વાભાવિક ક્ષમતા વધુ છે. તેથી આપણે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શકીએ છીએ. તેમણે અટલ ટિંકરિંગ લેબ્સ સાથે મળીને કામ કરવાની પણ વાત કરી. તેનાથી બાળકોમાં નાની ઉંમરથી જ સ્પેસ એટલે કે અંતરિક્ષ પ્રત્યે જિજ્ઞાસા અને રસ પેદા થઈ શકે છે.

20 સ્ટાર્ટઅપ્સના CEO-સ્થાપકો બેઠકમાં સામેલ

આ બેઠકમાં 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને સ્થાપકોએ ભાગ લીધો હતો. તેમાં સ્કાયરૂટ એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સેલ, ધ્રુવા સ્પેસ, ગેલેક્સીઆઈ, પિયરસાઈટ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, દિગંતરા, સેટશ્યોર, સુહોરા ટેક્નોલોજીસ, મનસ્તુ સ્પેસ, એસ્ટ્રોબેઝ, ટેકમી2સ્પેસ, વ્યોમઆઈસી, કોસ્મોસર્વ સ્પેસ, ઓર્બિટએડ એરોસ્પેસ, સ્કાયસર્વ (હાઈસ્પેસ), સેરેન્ડિપિટી સ્પેસ, વાસર લેબ્સ અને મિસ્ટઈઓનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *