PM મોદી-ટ્રમ્પની ફોન પર વાતચીત:રાજદ્વારી ભાગીદારી પર ચર્ચા; આ વર્ષે ચોથી વખત ફોન પર વાત, જૂનમાં બંને નેતાઓ મળ્યા હતા

📅 Published: September 30, 2026 | 📂 Category: International

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગની સમીક્ષા કરી. બંનેએ ભારત-અમેરિકાની કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી. મોદી અને ટ્રમ્પે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું. 2026માં ચોથી વખત બંને નેતાઓ વચ્ચે ફોન પર ચર્ચા PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે થયેલી વાતચીત બંને વચ્ચે આ વર્ષની ચોથી વાતચીત છે. 2 ફેબ્રુઆરી 2026: આ વર્ષે ફોન પર થયેલી આ પહેલી વાતચીત હતી. તે સમયે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે ચર્ચા થઈ હતી. PM મોદીએ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને 18% કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
24 માર્ચ 2026: ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો. ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ સાથે તણાવ ઘટાડવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો તથા સુરક્ષિત રાખવા અંગે પણ ચર્ચા થઈ હતી.
14 એપ્રિલ 2026: એપ્રિલમાં પણ ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો. લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. પશ્ચિમ એશિયા, હોર્મુઝ અને ભારત-અમેરિકા વચ્ચેના સહકારની સમીક્ષા કરવામાં આવી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી આ ત્રીજી વાતચીત હતી. મોદી-ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન મળ્યા હતા PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ વર્ષે 17 જૂને ફ્રાન્સમાં મુલાકાત થઈ હતી. તે સમયે ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી વ્હાઇટ હાઉસમાં મોદીનો હંમેશા એક સારો મિત્ર હાજર રહેશે. જો ભારત પર હુમલો થાય અને મોદી નેતા હશે, તો અમે તેમની મદદ કરીશું.
તે જ સમયે ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું કે સમુદ્રમાં ભારતીયોની સુરક્ષા જરૂરી છે. આશા છે કે ઈરાન સાથેની ડીલમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારત આવી શકે છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વર્ષ 2027ની શરૂઆતમાં ભારત આવી શકે છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા મુજબ, વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની આ બીજી ભારત મુલાકાત હોઈ શકે છે. આ પહેલાં ટ્રમ્પ વર્ષ 2020માં પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ અમદાવાદમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સામેલ થયા હતા. રુબિયોને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની પ્રગતિ, વિકાસ અને વૈશ્વિક સ્તરે વડાપ્રધાન મોદીની ભૂમિકાને કેવી રીતે જુએ છે, ત્યારે તેમણે કહ્યું, ‘અમે પીએમ મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ મોટા પ્રશંસક છીએ.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *