દિવાળીના તહેવારમાં પીએમ યોજના હેઠળ 8 હજારનું દિવાળી બોનસ મળવા અંગેનો એક મેસેજ અને લિંક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જે પણ લોકો આ લિંક પર ક્લિક કરે ત્યારે એપીકે ફાઇલ ડાઉનલોડ થતી હતી,જે બાદ નવું પેજ ખુલતું હતું.જે ક્લિક કર્યા બાદ વિગતો ભરવાથી બેંકમાંથી પૈસા ઉપડી જતા હતા.અમદાવાદ સાયબર ક્રાઈમને આ અંગેની ફરિયાદો મળી હતી.જે અંગે તપાસ કરતા પીએમ યોજનાના નામે બોનસ આપવાની ખોટી લાલચ આપી લોકો સાથે સાયબર ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું હતું. બોનસના નામે મેસેજ આવે તો સાવચેત રહેવા અપીલ
અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું કે, હાલમાં પીએમ યોજના હેઠળ દિવાળી બોનસ તરીકે 8000 રૂપિયા મળવાના નામે વોટ્સએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું.લોકો જ્યારે આ મેસેજ પર ક્લિક કરે છે ત્યારે એક એપીકે ફાઈલ ડાઉનલોડ થાય છે અને નવું પેજ ખુલે છે, જેમાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળશે તેવું જણાવાય છે. એ અરજી પર ક્લિક કર્યા બાદ અલગ-અલગ એપ્લિકેશનો, ગેમિંગ એપ કે પેમેન્ટ લિંક ખુલે છે અથવા અસલી વોટ્સએપ નંબર માંગવામાં આવે છે, જેથી તમારું વોટ્સએપ નવા ડિવાઇસ સાથે લિંક થઈને હેક થવાનું જોખમ ઊભું થાય છે.આ સ્કેમમાં ખાતામાં 8000 રૂપિયા જોવા માટે આગળ પ્રોસેસ કરી વધુ એક ક્લિક કરવાનું કહેવામાં આવે છે, જેનાથી બીજી એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે અને બેન્કિંગ ક્રેડેન્શિયલ હેકર્સ પાસે પહોંચી જતાં ખાતામાંથી પૈસા ઉપડી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આ ઠગ ટોળકી દિવાળી કે અન્ય તહેવારો તેમજ સરકારની રાહત, વળતર કે વિશેષ યોજનાઓના નામે ફેક એપ્લિકેશન અને નકલી મેસેજ બનાવીને પોતાની મોડસ ઓપરેન્ડી બદલતી રહે છે. દિવાળી પર બોનસના નામે લોકોને ખંખેરવાનો ખેલ
હકીકતમાં સરકાર તરફથી દિવાળી બોનસ આપવાની આવી કોઈ યોજના નથી કે કોઈ સત્તાવાર જાહેરાત પણ થઈ નથી, અને સરકાર ક્યારેય આવા મેસેજ મોકલીને સંપર્ક કરતી નથી. આ સ્કેમ ખાસ કરીને દિવાળીના સમયે જેમને નાણાંની જરૂરિયાત હોય તેવા વર્ગને ખાતામાં 8000 રૂપિયા મેળવવાની લાલચ આપીને ફસાવવા માટે જ શરૂ કરવામાં આવ્યું છે. જો તમે સાચે કોઈ સરકારી યોજનાના લાભાર્થી હો તો સરકારી સંસ્થામાં વ્યક્તિગત જઈને અથવા સત્તાવાર વેબસાઇટના માધ્યમથી જ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી જોઈએ. લોકોએ સાવચેતી રાખી માત્ર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ઓફિશિયલ એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ પર જ પોતાના બેન્કિંગ આઈડી, પાસવર્ડ કે અંગત ક્રેડેન્શિયલ શેર કરવા જોઈએ અને તુરંત વળતર આપતા આવા મેસેજથી દૂર રહેવું જોઈએ. જો ભૂલથી પણ આવી કોઈ શંકાસ્પદ એપ્લિકેશન કે લિંક પર ક્લિક થઈ જાય, તો તરત જ 1930 નંબર પર કોલ કરવો જોઈએ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી જોઈએ.
PM યોજનાના નામે 8000 બોનસનો મેસેજ આવે તો ચેતજો:દિવાળ પર લોકોને વોટ્સએપ પર મેસેજ મોકલ છેતરપિંડનો નવો ખેલ, લિંક પર ક્લિક કરતા જ ખાતું ખાલી થઈ જશે
📅 Published: November 12, 2026 |
📂 Category: gujarati-news
