PM Modi અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, રાજભવનમાં રાત્રિ રોકાણ; મંત્રીઓ અને ભાજપના નેતાઓ સાથે ડિનર

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી ગાંધીનગર રાજભવન પહોંચ્યા

અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદી ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા હતા. અહીં તેઓ રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીના આગમનને પગલે ગુજરાત ભાજપના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી

રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને પીએમ મોદી ગુજરાત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના અગ્રણી નેતાઓ સાથે ભોજન કરશે. આ કાર્યક્રમને રાજકીય દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સરકાર અને સંગઠન સાથે બેઠકની શક્યતા

ભોજન કાર્યક્રમ બાદ પીએમ મોદી સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠક કરી શકે છે તેવી ચર્ચા છે. જોકે, આ બેઠક અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

એરપોર્ટ પર પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બેઠક

પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. વર્તમાન નેતાઓ ઉપરાંત અગાઉ સરકાર અને સંગઠનમાં જવાબદારી નિભાવી ચૂકેલા નેતાઓ સાથેની આ બેઠકને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  

આ પણ વાંચો :  Gujarat: PM Modiના પ્રવાસ વચ્ચે ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ, એરપોર્ટ પર સ્વાગત માટે આ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો હાજર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *