PM Vishwakarma Scheme: ગેરંટી વગર સરકાર આપી રહી છે 3 લાખ સુધીની લોન, જાણો અરજી કરવાની સરળ રીત

📅 Published: September 17, 2026 | 📂 Category: Business

જો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અને આર્થિક મુશ્કેલીઓ કે ફંડના અભાવને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હોવ, તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમને મોટી આર્થિક સહાય પૂરી પાડી રહી છે. નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે ચલાવવામાં આવતી ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ ને હાલમાં જ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા થયા છે. આ લોકકલ્યાણકારી યોજના હેઠળ કુશળ કારીગરો અને શ્રમિકોને કોઈપણ પ્રકારની ગેરંટી કે સિક્યોરિટી વગર 3 લાખ રૂપિયા સુધીની આકર્ષક લોનનું વિતરણ કરવામાં આવે છે, જે ખૂબ જ ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ છે.

અનેક લોકોને મળશે સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા પરંપરાગત કારીગરો અને કુશળ વ્યક્તિઓને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ કુલ 18 પ્રકારના નાના વ્યવસાયો અને વ્યવસાયિકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, લુહાર, કડિયા, કુંભાર, શિલ્પકાર, તાళા બનાવનારા, બોટ નિર્માતા, ફિશનેટ બનાવનારા અને રમકડા બનાવનારા સહિતના અનેક હુન્નરમંદ લોકોને સહાય મળે છે.

ગેરંટી વગરની લોન મળશે

આ યોજના અંતર્ગત સરકાર કુલ 3 લાખ રૂપિયા સુધીની લોન બે તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા અથવા આગળ વધારવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, જ્યારે સફળતાપૂર્વક ધંધો ચલાવ્યા બાદ બીજા તબક્કામાં વ્યવસાયના વિસ્તરણ માટે 2 લાખ રૂપિયાની વધારાની લોન આપવામાં આવે છે. આ લોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગેરંટી-મુક્ત (Collateral-free) છે અને તેના પર માત્ર 5% જેટલો ઓછો વ્યાજ દર વસૂલવામાં આવે છે.

લોન ઉપરાંચ તાલીમ પણ અપાશે

લોન ઉપરાંત, આ યોજના હેઠળ લાભાર્થીઓને માસ્ટર ટ્રેનર્સ દ્વારા નિઃશુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન દરરોજના હિસાબે સ્ટાઇપેન્ડ પણ ચૂકવાય છે. તેમજ પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ ₹15,000 ની કિંમતની આધુનિક ટૂલકીટ, પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને સત્તાવાર આઈડી કાર્ડ પણ પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવક અને જાતિનું પ્રમાણપત્ર તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.

આ રીતે કરો નોંધણી

લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટ (pmvishwakarma.gov.in) પર જઈને ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ લાખો લોકોએ નોંધણી કરાવીને કૌશલ્ય તાલીમ અને આધુનિક સાધનોનો લાભ મેળવ્યો છે, જે કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Middle East: યમનની ગુપ્ત ગુફામાંથી સરકારને નિયંત્રણમાં રાખતો હુતી નેતા અબ્દુલ મલિક કોણ? 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *