Porbandar : આધારકાર્ડમાં જન્મતારીખ સુધારવા રૂ.7,500 લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ACBના છટકામાં ઝડપાયો

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડમાં જન્મતારીખ સુધારવા માટે લાંચ માંગવાના કેસમાં ACBએ કાર્યવાહી કરી છે. પોસ્ટલ આસિસ્ટન્ટ ધાર્મિક ત્રિવેદીને રૂ.7,500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

રૂ.9,000ની લાંચ માંગી હોવાનો આક્ષેપ

પ્રાથમિક માહિતી મુજબ, આધારકાર્ડમાં જન્મતારીખ સુધારવા માટે પોસ્ટલ આસિસ્ટન્ટ ધાર્મિક ત્રિવેદીએ રૂ.9,000ની લાંચ માંગી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું.

હેડ પોસ્ટ ઓફિસમાં ACBનું છટકું

રેલવે સ્ટેશન રોડ પર આવેલી પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACBએ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ધાર્મિક ત્રિવેદી રૂ.7,500ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.

લાંચની રકમ રિકવર

ACBએ આરોપી પાસેથી રૂ.7,500ની લાંચની રકમ રિકવર કરી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે ACB દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. 

આ પણ વાંચો  :    Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *