Prantijના બેંક મેનેજરની હત્યા કેસના આરોપીનો કેનાલમાંથી મૃતદેહ મળતાં મચી ચકચાર

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

કડી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પ્રાંતિજ હત્યા કેસનો આરોપી હોવાનું સામે આવ્યું છે. માણસાના યોગેશ ગોકળજીની લાશ કડી નર્મદા કેનાલમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

બેન્ક મેનેજરની હત્યા કેસમાં હતો આરોપી

મૃતક યોગેશ ગોકળજી પ્રાંતિજના બાલવા ગામમાં બનેલા બેન્ક મેનેજર હત્યા કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. હત્યા કેસના આરોપીની લાશ કેનાલમાંથી મળી આવતા આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

કેનાલમાં લાશ કેવી રીતે પહોંચી?

કડી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. હાલ મૃતદેહ કેનાલમાં કેવી રીતે પહોંચ્યો અને મોતનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો

કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને કડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *