Premanand Maharajના શિષ્યના મોતનું રહસ્ય વધુ ઘેરાયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

📅 Published: September 29, 2026 | 📂 Category: Crime

વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે જોડાયેલા 25 વર્ષીય શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં CCTVમાં તેઓ આશ્રમની ચોથી માળેથી નીચે પડતા દેખાયા હોવાથી આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, રૂમમાંથી મળેલો ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને પોસ્ટમોર્ટમમાં સામે આવેલી ગંભીર ઈજાઓને કારણે પોલીસ હવે ઘટનાના દરેક પાસાની તપાસ કરી રહી છે.

CCTVમાં ચોથી માળેથી પડતા દેખાયા

પોલીસના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બરની સવારે આશરે 10:30 વાગ્યે દીપક ચોથી માળેથી નીચે પડ્યા હતા. CCTV ફૂટેજની પ્રાથમિક તપાસમાં તેમના નીચે પડવાની ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં પોલીસે તેને આત્મહત્યાનો મામલો માન્યો હતો, પરંતુ પરિવારની ફરિયાદ બાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

રૂમમાંથી મળેલા ગ્રાઇન્ડરે વધાર્યા સવાલ

દીપક જે રૂમમાં રહેતા હતા ત્યાંથી એક ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મળી આવ્યો છે. ફોરેન્સિક ટીમે તેને તપાસ માટે કબજે લીધો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સાધનનો ઘટનાની પહેલાં કોઈ ઉપયોગ થયો હતો કે નહીં અને તેના પર કોની ફિંગરપ્રિન્ટ્સ છે.

પોસ્ટમોર્ટમમાં ભારે રક્તસ્રાવ સામે આવ્યો

પોસ્ટમોર્ટમ મુજબ દીપકના મોતનું મુખ્ય કારણ અત્યંત રક્તસ્રાવને કારણે લાગેલો શોક હોવાનું જણાવાયું છે. રિપોર્ટમાં માથા, ચહેરા, પગ અને છાતીમાં ગંભીર ઈજાઓ નોંધાઈ છે. માથામાં ફ્રેક્ચર અને અંદર લોહીનો થક્કો, ડાબી બાજુની 5મીથી 8મી પાંસળીમાં ફ્રેક્ચર તથા ડાબા ફેફસાને ઈજા જેવી વિગતો પણ સામે આવી છે.

શરીરના પ્રાઇવેટ પાર્ટની ઇજાએ તપાસને વધુ ગંભીર બનાવી

પોસ્ટમોર્ટમમાં શરીરના ખાનગી અંગને લગતી ગંભીર ઈજા પણ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઈજા અને રૂમમાંથી મળેલા ગ્રાઇન્ડર વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ મુદ્દે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.

પોલીસ દરેક એંગલથી તપાસમાં

પરિવારના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને આશ્રમ સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ CCTV ઉપરાંત ફોરેન્સિક પુરાવા અને મોબાઇલમાં રહેલા ડેટા અંગે પણ તપાસ કરી રહી છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે પોલીસ હાલ આત્મહત્યાની શક્યતાને પ્રાથમિક રીતે જોઈ રહી છે, પરંતુ અન્ય સંભાવનાઓને પણ તપાસમાંથી બહાર રાખવામાં આવી નથી.

દીપક લોધીનો અંતિમ સંસ્કાર કરાયો 

દીપક લોધીનો અંતિમ સંસ્કાર પરિવારની હાજરીમાં વૃંદાવનમાં કરવામાં આવ્યું છે. હવે ફોરેન્સિક અને અન્ય તપાસના પરિણામોથી જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે. 

આ પણ વાંચો  ;   CJP : કોકરોચોએ ભાજપ સરકારે બનાવેલી સ્કૂલની પહેલીવાર કરી પ્રશંસા,કહ્યું- ‘આવી સ્કૂલ વધુ બનાવો’, Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *