Rahul Gandhi: મુસલમાનોના વિરોધી….સાવરકરના પ્રપૌત્ર રાહુલગાંધીના નિવેદનથી લાલઘૂમ, જાણો કોર્ટમાં શું કહ્યું ?

📅 Published: September 2, 2026 | 📂 Category: India National

પુણેની એક ખાસ કોર્ટમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો.

રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ

સત્યકી સાવરકરે રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા ભાષણ દ્વારા સાવરકરને બદનામ કર્યા હતા. હાલમાં, રાહુલ ગાંધીના વકીલ, મિલિંદ પવાર, આ મામલે સાત્યકી સાવરકરની ઉલટતપાસ કરી રહ્યા છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ અમોલ શિંદેની કોર્ટમાં ચાલી રહી છે.

‘ભાષણનો કયો ભાગ બદનક્ષીભર્યો હોવાનું જણાયું?’

મંગળવારે સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના વકીલે સત્યકિ સાવરકરને પૂછ્યું કે રાહુલ ગાંધીના ભાષણનો કયો ભાગ તેમને બદનક્ષીભર્યો લાગ્યો. જવાબમાં, સત્યકિએ કોર્ટનું ધ્યાન ભાષણના તે ભાગ તરફ દોર્યું જ્યાં રાહુલ ગાંધીએ કથિત રીતે સાવરકર દ્વારા લખાયેલા પુસ્તકમાંથી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. સાત્યકિના મતે, તે ફકરો એક ઘટનાનું વર્ણન કરે છે જેમાં સાવરકર અને તેમના કેટલાક સાથીઓએ કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કર્યો હતો; ઘટના પછી, એવું કહેવામાં આવ્યું હતું કે સાવરકરને સંતોષની લાગણી થઈ હતી.

સ્વાતંત્ર્ય સેનાની અને હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે ઉલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે તેમના દાદાએ ક્યારેય મુસ્લિમો પ્રત્યે દ્વેષ રાખ્યો ન હતો.  તેના બદલે, તેમણે તેમના લખાણો દ્વારા તેમની પ્રગતિના માર્ગો પણ સૂચવ્યા હતા.

‘સાવરકરને મુસ્લિમોને નફરત કરનારા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા’

સત્યકી સાવરકરે કોર્ટમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ સાવરકરને મુસ્લિમો પ્રત્યે તીવ્ર નફરત રાખનાર અને ટોળાની હિંસાના ગુનેગાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “આ શબ્દો દ્વારા, સાવરકરને એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા જે મુસ્લિમોને ખૂબ જ નફરત કરતા હતા અને ટોળાની હત્યાઓને ઉશ્કેરતા હતા. સાવરકરે ક્યારેય મુસ્લિમોને નફરત કરી ન હતી; તેનાથી વિપરીત, તેમણે તેમના લખાણોમાં તેમની પ્રગતિ માટેના માર્ગો અને પગલાં દર્શાવ્યા હતા.”

એવુ તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી ? 

2023માં લંડનમાં આપેલા ભાષણમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતોકે વીર સાવરકરે પોતાના એક પુસ્તકમાં લખ્યુ હતું કે તેમણે પોતાના 5-6 મિત્રો સાથે મળીને એક મુસ્લિમ યુવકને માર્યો હતો. તેનાથી તેમને ખુશી મળી હતી.  

આ પણ વાંચો-  નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *