Rahul Gandhi Dharna: તપાસ ચાલી રહી છે તો રાહુલ ગાંધીના ધરણા કેમ? સ્મૃતિ ઇરાનીએ કર્યો સવાલ

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પર આવેલા ડીસીપી ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. તેમની સાથે કોંગી કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ ધરણામાં સીજેપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલ વિદ્યાર્થી અને તેની માતા પણ છે. રાહુલ ગાંધીની માગ છેકે પેલેટ ગન મુદ્દે પોલીસ એફઆઇઆર દાખલ કરવામાં આવે. રાહુલ ગાંધીનો આરોપ છે કે પેલેટ ગન ચલાવવામાં આવી હતી. આ મામલે રાજકારણ ગરમાયુ છે. 

હુમલો પોલીસ પર થયો તેનો વિરોધ કેમ નહી- સ્મૃતિ ઇરાની 

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાઁધી પોલીસ પર થયેલા હુમલાનો કેમ વિરોધ નથી કરતા.  આંદોલનને લઇને તપાસ ચાલી રહી છે તો રાહુલ ગાંધી કેમ વિરોધ કરે છે. રાહુલ ગાંધી વંદેમાતરમ અંગે જવાબ આપવાથી બચવા આ બધુ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી સ્વાંગ રચી રહી છે. 

FIR નોંધાય ત્યાં સુધી અમે અડગ રહીશું: રાહુલ ગાંધી

ધરણા વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે સાહિલના કેસમાં FIR નોંધવામાં નિષ્ફળતાનો એક જ અર્થ થાય છે:  શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર ખુલ્લેઆમ પેલેટ ગનથી ગોળીબાર કરી શકાય છે, છતાં તેમને ન્યાય મળી શકતો નથી. FIR નોંધાયઅને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન ન મળે ત્યાં સુધી અમે અડગ રહીશું. અમારું લક્ષ્ય ન્યાય છે, અને અમે તેને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખીશું.”

કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરે છે- જેપી નડ્ડા 

આખો દેશ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર રાહુલ ગાંધીએ જે પ્રકારની સસ્તી, ધ્યાન ખેંચનારી રાજનીતિ દર્શાવી છે તે જોઈ રહ્યો છે. રાહુલ ગાંધીનો આજે ધરણાનો વિરોધ વિદ્યાર્થીઓ માટે કે ન્યાય માટે નથી; તે કોંગ્રેસ પક્ષની રાજકીય હતાશા અને રાહુલ ગાંધીની મીડિયા ધ્યાન ખેંચવાની ભૂખનું પ્રતીક છે. 

હાઇ પાવર્ડ કમિટિની રચના કરી છે- જેપી નડ્ડા

“આખો દેશ જાણે છે કે સુપ્રીમ કોર્ટે 20 જુલાઈની ઘટનાની નોંધ લીધી છે અને ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં પાંચ સભ્યોની ઉચ્ચ-શક્તિવાળી સમિતિની રચના કરી છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર કેમેરા સામે બેસીને શું સાબિત કરવાની આશા રાખે છે? શું વિપક્ષના નેતાને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસનો અભાવ છે? સત્ય એ છે કે રાહુલ ગાંધી ફક્ત પોતાને હેડલાઇન્સમાં રાખવા માટે આ ‘કેમેરા-કેન્દ્રિત’ નાટક કરી રહ્યા છે.”

ધ્યાન ભંગ કરવા નવુ નાટક કર્યુ- જેપી નડ્ડા 

“જો આપણે આ સમગ્ર નાટકના સમયને ધ્યાનમાં લઈએ, તો આપણને ખ્યાલ આવે છે કે કોંગ્રેસ પાર્ટી હાલમાં ‘વંદે માતરમ’ ના મુદ્દા પર દેશભરમાં તીવ્ર ટીકાનો સામનો કરી રહી છે. રાષ્ટ્રગીત પ્રત્યે કરવામાં આવેલા અપમાન અંગે જનતા કોંગ્રેસ પાસેથી જવાબો માંગી રહી છે, ખાસ કરીને જ્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા ત્રિરંગા જેવા દેખાતા કેક કાપતા જોવા મળ્યા હતા. તેમના આ રાષ્ટ્રવિરોધી ચહેરાને છુપાવવા અને તેમને સામનો કરવો પડેલી ભારે શરમથી ધ્યાન હટાવવા માટે, રાહુલ ગાંધીએ ઉતાવળમાં આ નવું નાટક ધ્યાન ભંગ કરવા માટે ગોઠવ્યું છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *