Raid : ગેરકાયદે દવા વેચાણ સામે FDCAની લાલ આંખ, કરજણ અને સુરતમાં દરોડા પાડી રૂ. 42.6 લાખનો દવાનો જથ્થો સીઝ કરાયો

📅 Published: October 8, 2026 | 📂 Category: Surat

ગુજરાતમાં ગેરકાયદે અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરજણ અને સુરતમાં મળીને કુલ ચાર પેઢીઓ પર સપાટો બોલાવી દરોડા પાડવામાં આવ્યા હતા. આ મસમોટી કાર્યવાહી દરમિયાન FDCA ની ટીમે કુલ રૂ.42.6 લાખની કિંમતનો ગેરકાયદેસર અને નશાકારક દવાઓનો જથ્થો સીઝ કરીને મોટી સફળતા મેળવી છે.

કરજણમાં કોડીન સિરપ અને ટ્રામાડોલનો જથ્થો પકડાયો

કરજણ ખાતે પાડવામાં આવેલા દરોડા દરમિયાન નશાકારક તરીકે ઉપયોગમાં લેવાતી કોડીન યુક્ત કફ સિરપનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી 13,938 કોડીન કફ સિરપની બોટલો અને ટ્રામાડોલની 12,240 ટેબ્લેટ્સ જપ્ત કરી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિ અને નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા ‘ચામુંડા ફાર્મા’ અને ‘માજીસા મેડિકલ સ્ટોર’ ના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.

Surat Raid

સુરતમાં Meesho પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેરકાયદે દવા વેચાણનો પર્દાફાશ

બીજી તરફ સુરતમાં ઓનલાઇન પ્લેટફોર્મ માધ્યમથી થતા ગેરકાયદે દવા વેચાણ સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. પ્રખ્યાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ Meesho પર નિયમો વિરુદ્ધ જઈને દવાઓનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. જેના અનુસંધાને ‘ડર્મેટીક્સ ઇન્ડિયા’ ખાતેથી રૂ.11.26 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ઓનલાઇન કે ઓફલાઇન ગેરકાયદે દવાઓનું વેચાણ કરનારાઓ સામે આકરી કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો : Valsad News : “ઓનલાઇન કામના અતિશય ભારણે લીધો શિક્ષકનો જીવ!”, શિક્ષક સંગઠનો આક્રમક મૂડમાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *