Railway Rules: ગર્ભવતી મહિલાઓને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મળી શકે આ ખાસ સુવિધા, જાણો શું છે નિયમો

📅 Published: September 19, 2026 | 📂 Category: Business

સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓએ મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જોઈએ. પરંતુ જો કોઈ જરૂરી કામ માટે ટ્રેન મુસાફરી કરવાનું થાય તો ટ્રેનની મુસાફરી દરમિયાન કેટલીક ખાસ સુવિધાઓ મળી શકે છે. ગર્ભવતી મહિલાને ટ્રેનમાં અપર કે મિડલ બર્થ ફાળવવામાં આવે તો ઘણી મુશ્કેલી પડી શકે છે. આથી રેલવે દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમની મુસાફરી આરામદાયક બની રહે.

કયા કોચમાં કેટલી લોઅર બર્થ નક્કી કરવામાં આવી છે?

ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્લીપર ક્લાસમાં 6થી 7 લોઅર બર્થ, 3AC કોચમાં આશરે 4થી 5 લોઅર બર્થ અને 2AC કોચમાં આશરે 3થી 4 લોઅર બર્થ નક્કી કરવામાં આવે છે.

ગર્ભવતી મહિલાઓ આ નક્કી કરાયેલી લોઅર બર્થ માટે ટિકિટ બુક કરાવી શકે છે, જેથી તેમને લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે.

ગર્ભવતી મહિલાઓ માટે ટિકિટ માત્ર રેલવે કાઉન્ટર પરથી જ મળે છે?

જો ગર્ભવતી મહિલા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય અને લોઅર બર્થ જોઈતી હોય, તો રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.

રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ગર્ભવતી મહિલા અંગેની માહિતી આપવાની રહેશે. આ અરજી કર્યા બાદ ખાસ ક્વોટા હેઠળ લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે છે.

આ ઉપરાંત, ટ્રેનની મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલા TTE સાથે પણ લોઅર બર્થ માટે વાત કરી શકે છે. પોતાની સ્થિતિ અંગે માહિતી આપીને TTEને લોઅર બર્થ ફાળવવા માટે વિનંતી કરી શકાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *