Rajkotના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક: આખલાની અડફેટે બાઈક ચાલક યુવકનું કરુણ મોત

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેતપુરના રબારીકા રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને અચાનક રસ્તા વચ્ચે આવેલા આખલાએ અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી છવાઈ ગઈ છે.

અચાનક આખલો વચ્ચે આવતા સર્જાયો અકસ્માત

મૃતક યુવક જેતપુરથી પોતાના બાઈક પર સવાર થઈને સેલુકા ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રબારીકા રોડ પર અચાનક જ રખડતો આખલો સામે આવી જતા બાઈક ચાલક પોતાનું વાહન નિયંત્રિત કરી શક્યો નહોતો અને આખલા સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માથામાં હેમરેજ થતાં ઘટનાસ્થળે જ મોત 

અકસ્માતને પગલે માથામાં હેમરેજ થઈ જવાથી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનો દહેદ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *