રાજકોટ એમ્સના જનરલ સર્જરી વિભાગના તબીબોએ એક જટિલ કેસમાં સફ્ળતા મેળવી છે. જૂનાગઢની 12 વર્ષીય બાળકીના પેટમાં ફસાયેલ સોય સર્જરી વગર માત્ર એન્ડોસ્કોપીની મદદથી બહાર કાઢી છે. બાળકીએ થોડા દિવસ પહેલા ધાતુની પિન ગળી લીધી હતી. ત્યારબાદ તેને પેટમાં સતત દુઃખાવો રહેતો હતો. પરિવાર દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા એક્સ-રે અને સીટી સ્કેનમાં પેટના ઉપરના ભાગમાં ધાતુની વસ્તુ દેખાઈ હતી. વધુ સારવાર માટે તેને એમ્સની જનરલ સર્જરી ઓપીડીમાં લાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સીટી સ્કેનમાં જણાયું કે પિન નાના આંતરડાના શરૂઆતના ભાગ એટલે કે ડયુઓડેનમમાં, બીજા અને ત્રીજા ભાગના જોડાણ સ્થળે ફ્સાયેલી હતી. પિનના બે જેટલા કટકા થયેલા હોવાથી લાંબા સમય સુધી અંદર રહેતા ગંભીર ઈજા થવાની શક્યતા હતી. આ જટિલ પરિસ્થિતિમાં સર્જરી વિભાગના વડા ડો. મિનેશ સિંઘલ અને ડો. પ્રિયંકા આનંદકા દ્વારા એન્ડોસ્કોપીક સારવાર કરવાનો નિર્ણય કરી પિનને બહાર કાઢવામાં આવી હતી. ખાસ બાબત એ રહી કે પેટમાં ચીરો મૂકીને મોટું ઓપરેશન કરવાની જરૂર પડી નહોતી. બીજા જ દિવસે બાળકીને સંપૂર્ણ સ્વસ્થ અને ખુશખુશાલ સ્થિતિમાં રજા આપવામાં આવી હતી.
Rajkot : જુનાગઢની 12 વર્ષની બાળકીના પેટમાં ફસાયેલ સોય એમ્સમાં ઓપરેશન વગર બહાર કઢાઈ
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
