Rajkot નજીકથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, ઓળખ છુપાવી ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી પોતાની સાચી ઓળખ છુપાવીને રહેતી એક બાંગ્લાદેશી મહિલા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ રેન્જ આઈજી (Range IG) ની ટીમ દ્વારા બાતમી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને આ મહિલાની પ્રવૃત્તિઓ પર શંકા જતાં તેની અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ધાર્મિક સંસ્થામાં નિવાસ અને સાચી ઓળખનો ખુલાસો

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા સુરેન્દ્રનગર નજીક આવેલા ગોસલ ગામની સીમમાં એક ધાર્મિક સંસ્થા ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહી હતી. પૂછપરછ દરમિયાન તેની સાચી ઓળખ છતી થઈ હતી, જેમાં તેનું નામ હસનેરા ગાઝી હોવાનું અને તે બાંગ્લાદેશના બસતપુરની મૂળ નિવાસી હોવાનું બહાર આવ્યું છે.

ગેરકાયદે પ્રવેશ અને કાનૂની તપાસ

મહિલા ભારતમાં ક્યારે અને કયા માર્ગે ગેરકાયદેસર રીતે પ્રવેશી હતી તેમજ આ વિસ્તારમાં કોઈ અન્ય શંકાસ્પદ નેટવર્ક સાથે જોડાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મહિલાના વિઝા, પાસપોર્ટ અને અન્ય બોગસ દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : સાબરમતી જેલ વિવાદ બાદ હરૂ સિંધી સામે મોટી કાર્યવાહી, પોલીસ દ્વારા 2 વર્ષ માટે તડીપાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *