Rajkot: સરાઝા હોટલમાં દારૂ-હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ; બર્થ-ડે પાર્ટીમાંથી 33 મહિલા-43 પુરુષ ઝડપાયા, લાઈટો બંધ કરી મોં છુપાવવા કપડાં અપાયા!

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી અને લક્ઝુરિયસ સરાઝા હોટલમાં મોડી રાત્રે રાજકોટ શહેર પોલીસના ઇતિહાસની સૌથી મોટી અને હાઈપ્રોફાઈલ રેડ પાડવામાં આવી છે. શહેરના નામાંકિત રિયલ એસ્ટેટ જૂથ ‘ડેકોરા ગ્રુપ’ ના ચિરાગ પટેલના આગામી જન્મદિવસ નિમિત્તે યોજાયેલી ભવ્ય પાર્ટીમાં દારૂ અને હુક્કાની ખુલ્લેઆમ મહેફિલ જામી હોવાની પાકી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન હોટલ પરિસરમાંથી સૌરાષ્ટ્રના ટોચના ઉદ્યોગપતિઓ, જાણીતા બિલ્ડરો, પ્રતિષ્ઠિત ડોક્ટરો અને જ્વેલર્સ સહિત કુલ ૭૬ જેટલા હાઈપ્રોફાઈલ લોકો ઝડપાઈ જતાં સમગ્ર રાજ્યમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

Screenshot 2026-11-01 073551

દિવાળી પૂર્વે એડવાન્સ બર્થડે પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો ઝડપાયા

ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળીના તહેવારો દરમિયાન આવતો હોવાથી અને તે સમયે સ્નેહીજનો હાજર ન રહી શકે તેવી શક્યતા હોવાથી હોટલ સરાઝા ખાતે એડવાન્સ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં અંદાજે 50 જેટલા પરિવારો સામેલ હતા. પોલીસે સરાઝા હોટલના બેન્ક્વેટ/રૂમમાંથી 33 મહિલાઓ અને 43 પુરુષો મળી કુલ 76 લોકોને અટકાયતમાં લીધા હતા. હોટલના પાર્કિંગમાં મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુ સહિતની ૫૦ જેટલી મોંઘીદાટ ગાડીઓ જોવા મળી હતી. જેમાં ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર (GJ03 LG 5222 અને GJ03 QG 5222) પણ સામેલ હતી. તમામ 33 યુવતીઓ-મહિલાઓ અને 43 પુરુષોને અલગ-અલગ પોલીસ બસો મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. ટેસ્ટ પૂર્ણ થયા બાદ તમામને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

Screenshot 2026-11-01 073615

અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ, ACP એ નામ જાહેર કર્યું, DCP અજાણ!

પોલીસ તંત્રની કામગીરી સામે શંકાના વાદળો ઘેરાયા છે.  ACP બી.જે. ચૌધરીનું નિવેદન, એસીપી ચૌધરીએ જણાવ્યું કે, “પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સામેલ હતા. ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે આ એડવાન્સ પાર્ટી યોજાઈ હતી. તમામના બ્લડ સેમ્પલ લેવાયા છે અને મેડિકલ રિપોર્ટ બાદ કેટલા લોકોએ દારૂ પીધો હતો તે સ્પષ્ટ થશે. હોટલ સરાઝાના મેનેજર સામે પણ ગુનો દાખલ થશે તેમજ દારૂની વ્યવસ્થા કોણે કરી તેની તપાસ ચાલી રહી છે.”DCP રાકેશ દેસાઈનો દાવો, બીજી તરફ ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું કે 75 લોકો હાજર હોવાની માહિતી છે, પરંતુ આયોજક અંગે પોતે હજુ સંપૂર્ણ વાકેફ ન હોવાનો દાવો કરતાં આશ્ચર્ય સર્જાયું હતું. ઉચ્ચ અધિકારીઓના પરસ્પર વિરોધી વલણથી શંકા ઊભી થઈ છે.

Screenshot 2026-11-01 073517

નબીરાઓના ચહેરા છુપાવવા 5 કલાક લાઈટો બંધ રખાઈ? ઉઠ્યા ગંભીર સવાલો

જનરેટર હોવા છતાં લાઈટો કેમ બંધ કરાઈ?: મીડિયાકર્મીઓ હોટલ પર પહોંચતાં જ હોટલની લાઈટો બંધ કરી દેવાઈ હતી. હોટલમાં હાઈ-કેપેસિટી જનરેટર હોવા છતાં સતત પાંચ કલાક સુધી અંધારપટ કેમ રખાયો? શું અમીર નબીરાઓ અને વગદાર મહિલાઓના ચહેરા છુપાવવા પોલીસના ઈશારે લાઈટો ગુલ કરાઈ હતી?કોણ લાવ્યું દારૂ અને કેટલી બોટલો મળી? રેડ પડ્યાના કલાકો વીતી ગયા છતાં હોટલમાંથી વિદેશી દારૂની કેટલી બોટલો ઝડપાઈ અને દારૂ સપ્લાય કરનાર બૂટલેગર કોણ હતો તેની સત્તાવાર વિગતો પોલીસે હજુ સુધી કેમ જાહેર કરી નથી?સામાન્ય નાગરિક માટે લોકઅપ, નબીરાઓ માટે માત્ર નોટિસ?: સામાન્ય માણસ જો દારૂ પીધેલી હાલતમાં પકડાય તો તાત્કાલિક લોકઅપમાં પૂરીને જેલભેગો કરાય છે, તો પછી કરોડોપતિ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને માત્ર નોટિસ આપીને મુક્ત કરવાની ઢીલી નીતિ કેમ અપનાવાઈ રહી છે?શું સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ? ઉચ્ચ અધિકારીઓની તપાસમાં ઢીલાશ અને વિગતો છુપાવવાની ચેષ્ટા જોતાં આ સમગ્ર હાઈપ્રોફાઈલ અગ્નિકાંડ જેવા કિસ્સામાં મોટો તોડ કે ભીનું સંકેલવાનો તખ્તો ઘડાયો છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: November 1 News: દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની રેલી, કેન્દ્ર સરકાર નવો વાર્ષિક ટોલ પાસ જાહેર કરશે



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *