Rajkot News: નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં જેવા નિયમ વચ્ચે ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.બીજી તરફ સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડો. દર્શિતા શાહનો એક વાયરલ થયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે.સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિના પાવન અવસર પર ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 1માં એક કળશ યાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વીડિયો વાયરલ થતાં નવો વિવાદ સર્જાયો

આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે યોજાયેલી રેલીમાં રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ પણ સહભાગી થયા હતા.આ રેલી દરમિયાનનો એક વીડિયો વાયરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ એવા વાહન પર સવાર જોવા મળી રહ્યા છે.જેના પર નિયમ મુજબની નંબર પ્લેટ જ નહોતી.શહેર કમિશનરના જાહેરનામા મુજબ,નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ,ડીઝલ કે ગેસ ન આપવાનો સ્પષ્ટ આદેશ છે. સામાન્ય નાગરિકો જો નંબર પ્લેટ વગર વાહન લઈને નીકળે તો દંડ અને કાર્યવાહીનો સામનો કરવો પડે છે અથવા પેટ્રોલ પંપ પર ઇંધણ મળતું નથી.આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.શું શાસક પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓને ટ્રાફિક અને વાહન વ્યવહારના કાયદા લાગુ પડતા નથી?

સામાન્ય લોકોને ઈ મેમો પણ રાજકીય કાર્યકરો સામે તંત્ર મુકપ્રેક્ષક

સામાન્ય જનતામાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જે જનપ્રતિનિધિઓની છે તેઓ જ જો નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોમાં મુસાફરી કરે તો કાયદાની મર્યાદા ક્યાં રહે? જો કોઈ સામાન્ય માણસ હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવતો હોય તો કેમેરાથી સીધો જ તેને એક ઈ મેમો જનરેટ કરી દેવામાં આવતો હોય છે. રોડ પર પણ ટ્રાફિક પોલીસ હેલ્મેટ કે સીટ બેલ્ટ વિનાના વાહન ચાલકોને પકડીને દંડ ફટકારતી હોય છે. પરંતુ જ્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા નીકળતી વાહન રેલીમાં ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ થતો હોય છે. ત્યાં કોઈ જ પ્રકારની દંડનીય કાર્યવાહી નહીં થતી હોવાનો લોકમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. 

આ પણ વાંચોઃ Dahod: ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય પધરાવવાનું કૌભાંડ, CRC પૂર્વીબેન ઉપાધ્યાયની પ્રતિનિયુક્તિ રદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *