Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં આવેલા કસ્તુરી એપાર્ટમેન્ટમાં બનેલી લાખોની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં મોટી સફળતા મેળવી છે. વૃદ્ધ માતાની દેખરેખ અને ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ઘરમાં રહેલા કબાટ અને સોનાના દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે તેની તમામ વિગતો મેળવી લીધા બાદ આ ગુનાને અંજામ આપ્યો હતો અને રોકડ તેમજ દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.

166 ગ્રામ સોનું અને રૂ.70 હજારની રોકડ સહિત રૂ.13.45 લાખનો માલ કબ્જે

આરોપી મહિલા ઘરમાંથી 166 ગ્રામ સોનાના કિંમતી દાગીના અને રૂ.70 હજારની રોકડ રકમ ચોરીને નાસી છૂટી હતી. માલવિયાનગર પોલીસ અને એલસીબી (LCB) ની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ટેકનિકલ લોકેશન અને બાતમીદારોના આધારે આરોપી મહિલાને શોધી કાઢી હતી. પોલીસે મહિલા પાસેથી ચોરી થયેલા તમામ સોનાના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ.13.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં હોવાનો ખુલાસો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી મહિલાનો અગાઉ કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ નથી. તેમ છતાં તેણે આટલી મોટી ચોરીનો પ્લાન બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ માલવિયાનગર પોલીસે મહિલાની ધરપકડ કરીને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરી કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ લંબાવી છે.

આ પણ વાંચો : Rajkot News : પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, રાજકોટ દૂધ સંઘ દ્વારા બેંક ખાતામાં સીધા જમા કરાયા 75 કરોડ રૂપિયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *