Rajkot News: શિયાળાની શરૂઆતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને, જાણો કિલોએ કેટલા રૂપિયા વધ્યા

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે તે પૂર્વે યાર્ડમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ છે. શરૂઆતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને જ હોય છે ખાસ કરીને વાલ, લીલું લસણ, વટાણા અને ડુંગળી લીલીમાં ભાવ વધારો થતાં ગરીબ અને મધ્યમ પરિવારના બજેટમાં સીધો વધારો થયો છે.માત્ર લીલા શાકભાજી જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ આકરો વધારો આવ્યો છે. 

તુવેરદાળમાં 16થી 20%નો વધારો થયો

છેલ્લા એક મહિના દરમિયાન સૌથી વધુ ભાવ વધારો ચોળીમાં થયો છે તેમાં લગભગ 60% થી વધુ,બીજા નંબરે વટાણામાં 38.38% અને વાલમાં 29.11% નો ભાવ વધારો થયો છે.જ્યારે જીરૂ અને તુવેરદાળમાં 16થી 20%નો વધારો થયો છે. મગ અને એરંડાના ભાવમાં ઘટાડો થયો છે.ગૃહિણીઓને દૈનિક શાકભાજી-કઠોળ ખરીદતી વખતે ભાવનો ડંખ લાગી રહ્યો છે.નવરાત્રીના તહેવાર દરમિયાન લીંબુની માંગ વધતી હોય છે, પરંતુ આ પાંચ દિવસમાં લીંબુના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી.તા.4ના લીંબુનો ઉંચો ભાવ 20 કિલોએ રૂ.3592 હતો,જે તા.8ના રૂ.3542 નોંધાયો હતો.એટલે કે કિલોએ માત્ર રૂ.2.50નો ઘટાડો થયો છે.જો કે, વચ્ચે તા.7ના લીંબુનો ભાવ રૂ.4195 સુધી પહોંચ્યો હતો,જે માંગને કારણે ઊંચો ગયો હતો અને પાછો ઘટ્યો હતો. 

શાકભાજીના ભાવમાં વધારો

વાલનો ભાવ પાંચ દિવસમાં 177 ટકાથી વધુ વધ્યો

બટેટાનો ઉંચો ભાવ તા.4ના એ 20 કિલોએ રૂ.287 હતો,જે તા.5ના રૂ.309 થયો, તા.6ના રૂ.323 (પાંચ દિવસમાં સૌથી ઊંચો) થયો,તા.7ના ઘટીને રૂ.293 થયો અને તા.8ના એ ફરીથી રૂ.309 થયો છે.આમ, બટેટાના ભાવમાં પાંચ દિવસમાં સરખામણીમાં 20 કિલોએ રૂ.20 (કિલોએ રૂ.1)નો સામાન્ય વધારો થયો છે.વેપારીઓનું કહેવું છે કે,આવક ઓછી અને માંગ વધુ હોવાથી ભાવમાં આ તેજી આવી છે.મધ્યમ વર્ગના પરિવારો માટે વાલ અને લસણ લીલું જેવી શાકભાજી મોંઘી પડી રહી છે.વાલનો ભાવ પાંચ દિવસમાં 177 ટકાથી વધુ વધ્યો છે, જ્યારે ડુંગળી લીલીમાં 112 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ Mehsana News : શક્તિપીઠ બહુચરાજીમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ, પ્રથમ નોરતે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ ઘટસ્થાપન વિધિ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *