Rajkot News: સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCLની 6 મહિનાની ડ્રાઈવમાં 183 કરોડની વીજચોરી ઝડપાઈ

📅 Published: November 2, 2026 | 📂 Category: gujarati-news

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા છ મહિના દરમિયાન PGVCLની ટુકડીઓએ કરેલી સઘન તપાસમાં કરોડોની વીજ ચોરીનો પર્દાફાશ થયો છે.વીજ સંકટ વચ્ચે પણ ડ્રાઈવ યથાવત રાખી 1 એપ્રિલથી 15 ઓક્ટોબર સુધી કુલ 2.28 લાખથી વધુ વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા. જેમાં સરેરાશ 14.53% જોડાણોમાં ચોરી કે ગેરરીતિ મળી હતી અને કુલ 183 કરોડથી વધુની આકારણી કરવામાં આવી છે. તપાસમાં સૌથી ચોંકાવનારી સ્થિતિ રાજકોટ શહેરની છે. 

જામનગર સર્કલમાં 17.84% જોડાણોમાં વીજ ચોરી નોંધાઈ

રાજકોટમાં વીજ ટીમોએ તપાસેલા દર 100 માંથી 21 જોડાણ એટલે કે 21.37% માં ગેરરીતિ મળી છે. જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. ત્યાર બાદ ભાવનગર સર્કલમાં 18.26% અને જામનગર સર્કલમાં 17.84% જોડાણોમાં વીજ ચોરી નોંધાઈ છે. બોટાદમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં ૧૫.૮% જોડાણોમાં ચોરી પકડાઈ છે. અમરેલીમાં આ પ્રમાણ 14.59% રહ્યું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી વધુ થતી હોવાની માન્યતાથી વિપરીત આ વખતે શહેરી વિસ્તારોમાં વધુ ચોરી જોવા મળી છે. રાજકોટ ગ્રામ્યમાં ચોરીનું પ્રમાણ માત્ર 11.66% રહ્યું છે, જ્યારે રાજકોટ શહેરમાં તે લગભગ બમણું છે. 

સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવશે

મોરબીમાં 12.29%, પોરબંદરમાં 12.62% અને જૂનાગઢમાં 13.09% કેસમાં ગેરરીતિ મળી છે. સુરેન્દ્રનગરમાં 13.72% અને અંજારમાં 11.15% જોડાણોમાં અનિયમિતતા સામે આવી છે. કચ્છના ભુજ સર્કલમાં સમગ્ર PGVCLમાં સૌથી ઓછી એટલે કે 9.03% વીજ ચોરી નોંધાઈ છે, છતાં ત્યાં પણ આકારણીની રકમ 23 કરોડથી વધુ થવા પામી છે, જે દર્શાવે છે કે, ઔદ્યોગિક અને મોટા કોમર્શિયલ જોડાણોમાં મોટા પાયે ચોરી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં જે વિસ્તારોમાં ચોરીની ટકાવારી 15% થી વધુ છે, ત્યાં સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ Rajkot News: દારુની મહેફિલમાં સામેલ લોકોના રિપોર્ટની રાહ, મહિલાઓ અને હોટેલ સામે કોઈ કાર્યવાહી નહીં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *