Rajkot News: CBI દરોડામાં DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના જોઇન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જવરી માલ બિશ્નોઇના કસ્ટોડિયલ ડેથના કેસમાં હાઇકોર્ટે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ મોક્ષા કે.ઠક્કરે સમગ્ર કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીની દેખરેખ હેઠળ કરવા જણાવ્યું છે અને તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરી તેનો અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો.

એન્ટી કરપ્શન બ્રાંચે તેમની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી

કેસની વિગતો મુજબ,ડીજીએફટીના અધિકારી જવરી માલ બિશ્નોઇનું ગત તા.25 માર્ચ 2023ના રોજ મૃત્યુ થયું હતું.આગલા દિવસે એટલે કે,તા.24 માર્ચે સીબીઆઇની એન્ટી કરપ્શન બ્રાંચે તેમની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. સીબીઆઇના આક્ષેપ મુજબ,રૂ.9 લાખની લાંચની માંગણી સંદર્ભે સમગ્ર કાર્યવાહી કરાઇ હતી. આ ટ્રેપ દરમ્યાન રૂ.પાંચ લાખની રકમ કબજે કરી જવરી માલ બિશ્નોઇની ધરપકડ કરાઇ હતી.સીબીઆઇના અધિકારીઓ દ્વારા તેમના નિવાસસ્થાને 2 દિવસ સુધી સર્ચ હાથ ધરાયું હતું.

ચોથા માળેથી નીચે ઝંપલાવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું

બીજા દિવસે સર્ચ દરમિયાન જ તેઓ ચોથા માળેથી નીચે ઝંપલાવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.જો કે,બિશ્નોઇની પત્ની સુમન બિશ્નોઇએ આ ઘટનાને અકસ્માત કે આત્મહત્યા તરીકે માનવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેણે સીબીઆઇના અધિકારીઓ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા.પીડિત પરિવાર તરફથી દાવો કરાયો હતો કે, બિશ્નોઇને આશરે 19 કલાક સુધી કસ્ટડીમાં રાખીને હેરાન-પરેશાન કરાયા હતા અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું.

પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆતો કરાઇ હતી

પરિવાર દ્વારા કસૂરવારો વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની માગ સાથે પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆતો કરાઇ હતી.પોલીસે આ કેસમાં અકસ્માત મોત નોંધી મામલો રફેદફે કર્યો હતો પરંતુ બાદમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સીઆરપીસીની કલમ-176 હેઠળ કરાયેલી ઇન્ક્વાયરીમાં પણ સીબીઆઇને ક્લીન ચીટ અપાઇ હતી.આખરે પીડિત પરિવારે હાઇકોર્ટમાં રિટ અરજી કરી ન્યાય માટે ગુહાર લગાવી હતી.જેમાં હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં એકઝાઇ તપસ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી હેઠળ સોંપી દીધી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં 3 બ્રિજની કામગીરી ચાલતી હોવાથી બે વર્ષ સુધી ટ્રાફિક જામ સર્જાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *