Raksha Bandhan 2026: 17 વર્ષ જૂનું પર્યાવરણીય અભિયાન બન્યું વટવૃક્ષ: અમદાવાદમાં વૃક્ષોને બાંધવામાં આવી રાખડી

📅 Published: August 28, 2026 | 📂 Category: Ahmedabad

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ રાષ્ટ્રીય ટીમના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ શરૂ કરેલું એક અનોખું પર્યાવરણલક્ષી અભિયાન આજે 17 મા વર્ષમાં પ્રવેશ કરીને વટવૃક્ષ બની ગયું છે. છેલ્લા 16 વર્ષથી સુરેન્દ્રનગરમાં ઉજવાતા આ કાર્યક્રમની 17 મા વર્ષે અમદાવાદના ગોતા સ્થિત સત્યમેવ વિસ્ટા ખાતે રંગોળી અને મંગળગીતો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

17 વર્ષમાં 1600 થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ

આ પર્યાવરણીય રક્ષાબંધન અભિયાનમાં અત્યાર સુધીમાં 1600 થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સક્રિયપણે જોડાઈ ચૂકી છે. આ પ્રકૃતિપ્રેમી ઝુંબેશ અંતર્ગત મહિલાઓ પોતાના હાથે બનાવેલી રાખડીઓ વૃક્ષોને બાંધીને પર્યાવરણ જતનની ઉત્કૃષ્ટ પરંપરા નિભાવી રહી છે.

વૃક્ષને ભાઈ માની રાખડી બાંધવાની પ્રેરણાદાયી શરૂઆત

ભારતીય સંસ્કૃતિમાં સૂરજને દાદા, ચાંદાને મામા અને નદીને માતા માનવાની પરંપરા છે. આ જ ભાવનાને આગળ ધપાવતા વર્ષાબેન દોશીએ વૃક્ષને ભાઈ માની તેને રક્ષાસૂત્ર બાંધવાની પહેલ કરી હતી. અગાઉ આ ઉજવણી ટાગોર બાગ, દલપતરામ બાગ, માનવ મંદિર, ભોગાવો નદી કિનારે અને એમ એલ દોશી કોલેજ જેવી વિવિધ જગ્યાઓએ યોજાઈ ચૂકી છે.

પર્યાવરણ રક્ષણ સાથે નવું વૃક્ષ વાવવાનો દ્રઢ સંકલ્પ

કોરોના કાળ દરમિયાન ઓક્સિજન અને વૃક્ષોની સાચી કિંમત સમાજને સમજાઈ હતી. કાળઝાળ ગરમી અને પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે શુદ્ધ હવા અને વૃક્ષો અતિ જરૂરી છે. રક્ષાબંધનના આ પવિત્ર દિવસે બહેનો પોતાના સગા ભાઈના દીર્ઘાયુની સાથે વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લે છે, તેમજ દરેક મહિલા એક નવું વૃક્ષ વાવવાની નેમ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો – Raksha Bandhan 2026: થરાદ સબજેલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી, DySP શિલ્પા ભારાઈએ કેદીઓને બાંધી રાખડી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *