Rinku Singh Wedding : કોઈ ગ્લેમર નહીં, બસ સાદગી! લગ્નના ગણતરીના દિવસો પહેલા ગામના લગ્નમાં પહોંચી પ્રિયા સરોજ

📅 Published: November 27, 2026 | 📂 Category: cricket

સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ જલ્દી જ ઈન્ડિયન ક્રિકેટર રિંકુ સિંહની દુલ્હન બનવા જઈ રહી છે, બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આવતા મહિને 4 તારીખે બંને લખનૌમાં ધામધૂમથી લગ્ન કરવાના છે અને તેમના લગ્નમાં ક્રિકેટ અને રાજકારણ બંને ક્ષેત્રના દિગ્ગજો સામેલ થશે. એવામાં પોતાના લગ્નના થોડા દિવસો પહેલા સાંસદ પ્રિયા એક લગ્નમાં સામેલ થઈ હતી, જ્યાંથી તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ફરી એકવાર તેની સાદગીએ સૌનું દિલ જીતી લીધું છે.

વિધાનસભા અધ્યક્ષની દીકરીના લગ્નમાં આપ્યા આશીર્વાદ

રિંકુ સિંહની મંગેતર પ્રિયા પોતાના લગ્નના થોડા દિવસો પહેલા પોતાના કોઈ સંબંધીના નહીં પરંતુ વિધાનસભા મડિયાહૂંના અધ્યક્ષ રામુ મૌર્યની દીકરીના લગ્નમાં પહોંચી હતી, જ્યાં તેણે દુલ્હનને લગ્નની શુભકામનાઓ અને ગિફ્ટ પણ આપી હતી. ગામના આ સાદગીભર્યા લગ્નમાં તે પોતે પણ ખૂબ જ સિમ્પલ લિબાસમાં પહોંચી હતી અને તેની આ જ સાદગી લોકોને દર વખતે પસંદ પણ આવે છે.

<a href="

==” target=”_blank”>

==

સાંસદ પ્રિયા સરોજે ઈન્સ્ટાગ્રામ પર આ લગ્ન સમારોહની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘વિધાનસભા મડિયાહૂંના અધ્યક્ષ રામુ મૌર્ય જીની સુપુત્રીના વિવાહ સમારોહમાં સામેલ થઈને સુખદ અને મંગળમય વૈવાહિક જીવનની હાર્દિક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા.’ ફોટોમાં પ્રિયા એક બેગ આપી રહી છે અને તેની બાજુમાં દુલ્હન અને તેના માતા-પિતા ઊભેલા દેખાઈ રહ્યા છે.

ચિકનકારી સૂટમાં જોવા મળ્યો પ્રિયાનો સાદગીભર્યો અંદાજ

આ લગ્નમાં પ્રિયા વ્હાઈટ કલરનો સૂટ પહેરીને પહોંચી હતી, જેમાં ચિકનકારી એમ્બ્રોયડરી કરેલી છે. વ્હાઈટ કલરના સૂટ સાથે મેચિંગ લેગિંગ્સ અને ગોલ્ડન-યલો શેડનો દુપટ્ટો સ્ટાઈલ કર્યો છે. પગમાં કાળા રંગના ફ્લેટ્સ અને કાંડામાં વોચ પહેરી છે. વાળને તેણે ખુલ્લા રાખ્યા છે અને સાથે જ નેચરલ અને હળવો મેકઅપ કર્યો છે. ગામના લગ્ન માટે પ્રિયાનો આ સાદગીભર્યો અંદાજ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

રમાડા હોટલમાં લગ્ન કરશે રિંકુ-પ્રિયા

ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજ લખનૌની રમાડા હોટલમાં લગ્નના બંધનમાં બંધાવાના છે અને આ લગ્ન માટે પીએમ નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આમંત્રણ આપવામાં આવ્યું છે. રિંકુ-પ્રિયાએ 8 જૂન 2025ના રોજ સગાઈ કરી હતી અને હવે એક વર્ષ બાદ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી અને સીએમ યોગીને રિંકુ સિંહનો પરિવાર પોતે લગ્નનું કાર્ડ આપવા પહોંચ્યો હતો અને પ્રિયાએ પણ પોતાના પરિવાર સાથે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવને આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો-Ramayana : 20 દિવસમાં રામાયણના 20 મોટા રેકોર્ડ! રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મની સિદ્ધિઓએ સૌને ચોંકાવ્યા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *