Rising Star Asia Cup 2026 : 22 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર, તિલક વર્માની કેપ્ટનશિપમાં ઉતરશે ભારત

📅 Published: November 3, 2026 | 📂 Category: cricket

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ કતારના દોહામાં યોજાનારા રાઇઝિંગ સ્ટાર એશિયા કપ માટે 15 સભ્યોની ભારત-A ટીમની જાહેરાત કરી છે.આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવતા જોવા મળશે.ભારતીય ટીમની કમાન સ્ટાર બેટ્સમેન તિલક વર્માને સોંપવામાં આવી છે.જ્યારે અનુભવી બેટ્સમેન રજત પાટીદારને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 22 નવેમ્બરે મહામુકાબલો રમાશે

તિલક વર્માને સોંપાઈ ટીમની જવાબદારી

રાઇઝિંગ સ્ટાર એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું સંતુલન જોવા મળી રહ્યું છે. તિલક વર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રજત પાટીદાર ટીમની ઉપકેપ્ટનશિપ સંભાળશે.આ ટીમમાં એવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ ભારતીય સિનિયર ટીમમાં પોતાની જગ્યા મજબૂત કરવા માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

રિંકુ સિંહ અને વૈભવ સૂર્યવંશીને પણ તક

આ ટીમમાં T20 ક્રિકેટના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ, અભિષેક શર્મા અને ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.વિકેટકીપિંગની જવાબદારી માટે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રની પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓ બેટિંગમાં પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

22 નવેમ્બરે ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે ટક્કર

રાઇઝિંગ સ્ટાર એશિયા કપમાં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે 22 નવેમ્બરે મુકાબલો રમાશે. બંને દેશોના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ટુર્નામેન્ટમાં એશિયાની ઉભરતી પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા બતાવવાની તક મળશે. ભારત-A માટે પણ આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓની ક્ષમતા ચકાસવાનો સારો અવસર બની રહેશે.

આ વખતે T20 નહીં, 50 ઓવરના ફોર્મેટમાં રમાશે ટુર્નામેન્ટ

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ અગાઉ ‘ઇમર્જિંગ ટીમ એશિયા કપ’ તરીકે ઓળખાતી હતી. તેનો મુખ્ય હેતુ એશિયાના યુવા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપવાનો છે.ગયા વર્ષે આ સ્પર્ધા T20 ફોર્મેટમાં રમાઈ હતી, પરંતુ આ વખતે ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં યોજાશે. એટલે ખેલાડીઓએ લાંબી ઇનિંગ્સ રમવાની અને વનડે ક્રિકેટની જરૂરિયાત મુજબ પ્રદર્શન કરવાની તક મળશે.

તિલક અને વૈભવની જોડી પર રહેશે નજર

આ ટુર્નામેન્ટમાં તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશીની જોડી પર ખાસ નજર રહેશે. તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલી 2026ની વનડે ટ્રાઇ-નેશન-A શ્રેણીમાં વૈભવે તિલકની કેપ્ટનશિપ હેઠળ શાનદાર બેટિંગ કરી હતી.તેણે 5 મેચમાં 200.95ના સ્ટ્રાઇક રેટથી 211 રન બનાવ્યા હતા. હવે ફરી એકવાર તિલકની આગેવાનીમાં વૈભવ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો – IND A vs NZ A 2nd Test : સદી પર સદી છતાં જીત અધૂરી, સતત બીજી ટેસ્ટ મેચ ડ્રો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *