વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસેની ગંગોત્રી ટેનામેન્ટ સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોદ્દેદારે સોસાયટીના રહીશ પર લાકડી વડે હુમલો કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. થાંભલા ખસેડવાની કામગીરી દરમિયાન બોલાચાલી
ગંગોત્રી ટેનામેન્ટમાં આજે સવારે વીજ કંપનીના અધિકારીઓ સોસાયટીમાં આવેલા વીજ થાંભલા ખસેડવાની કામગીરી અર્થે આવ્યા હતા. તે સમયે સોસાયટીના સદસ્યો અને અધિકારીઓ વચ્ચે વાતચીત અને ચર્ચા ચાલી રહી હતી. સોસાયટીના તમામ રહીશોએ વાત પર સહમત થયા હતા કે તમામ સભ્યોની સર્વસંમતિ મેળવ્યા બાદ જ વીજ થાંભલા ખસેડવામાં આવશે. જોકે, આ જ સોસાયટીમાં રહેતા અને RSSના પ્રાંત સેવા પ્રમુખ તેમજ પૂર્વ વિભાગ કાર્યવાહ તરીકે ફરજ બજાવતા મનસુખ જેસડીયા અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. RSSના આગેવાને મહિલાને પણ ધમકાવ્યાં
તેઓએ સામાન્ય ચર્ચા દરમિયાન આક્રમક વલણ અપનાવી સોસાયટીના રહીશ વિશાલ વિનુભાઈ તલસાણીયા પર ઉપરાછાપરી લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ દરમિયાન વિશાલભાઈને બચાવવા માટે તેમના પત્ની વચ્ચે પડતાં, મનસુખ જેસડીયાએ તેમના પર પણ લાકડી ઉગામીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટના સોસાયટીના અન્ય એક સદસ્યએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ આપી
આ ઘટના બાદ પીડિત વિશાલ વિનુભાઈ તલસાણીયાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચીને લેખિત અરજી આપી છે. તેઓએ પોતાની અરજીમાં RSSના હોદ્દેદાર મનસુખ જેસડીયા સામે કાયદેસરની અને સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. લક્ષ્મીપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી.રાજપૂતે જણાવ્યું કે, મારામારીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ મામલે અમે RSSના મનસુખભાઈનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.
RSSના પ્રાંત સેવા પ્રમુખે સોસાયટીના રહીશ ઉપર દંડા વરસાવ્યા:ગંગોત્રી ટેનામેન્ટમાં વીજ પોલ ખસેડવાની કામગીરી સમયે બબાલ, વચ્ચે પડેલી મહિલાને ધમકાવ્યાં
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
