Sabarkantha: બાળ તસ્કરી કેસમાં ઈકો ચાલક બિપિન ઠાકોર બુટલેગર નીકળ્યો, 7 આરોપીના રિમાન્ડ મંજૂર

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લા પોલીસે પકડેલા બાળ તસ્કરી કેસમાં તાર હવે બનાસકાંઠાના અસામાજિક તત્વો સાથે જોડાઈ રહ્યા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો ગાડીના માલિક અને ચાલક બિપિન સોમાજી ઠાકોરની ધરપકડ કરી તપાસ હાથ ધરતાં તે બનાસકાંઠા જિલ્લાનો ચોપડે નોંધાયેલો બુટલેગર હોવાનું સામે આવ્યું છે.

બાળ તસ્કરી માટે વપરાયેલી ઈકો ગાડીનો માલિક પ્રોહિબિશનનો ગુનેગાર

આરોપી બિપિન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીનો રહેવાસી છે. તે અંબાજી અને સરહદી હડાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો અને તેની સામે ભૂતકાળમાં બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા પોલીસે આ સંવેદનશીલ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઈકો ચાલક બિપિન ઠાકોર સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી લીધી છે. કોર્ટમાં રજૂ કરી પોલીસે તમામ આરોપીઓના કસ્ટોડિયલ રિમાન્ડ મેળવ્યા છે.

તસ્કરીના મોટા રેકેટના ખુલાસાની શક્યતા

બાળ તસ્કરી કેસમાં બિપિન ઠાકોર માત્ર વાહનચાલક હતો કે બાળકોની ખરીદ-વેચાણના આખા નેટવર્કમાં ભાગીદાર હતો તે અંગે પૂછપરછ થઈ રહી છે. આરોપીઓના તાર અન્ય કયા કયા જિલ્લા કે રાજ્યો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરી છે તે અંગે આગામી દિવસોમાં સાબરકાંઠા પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.

આ પણ વાંચો: Vadodara: હોટેલમાં યુવકના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક, રૂમમાં 3 સમલૈંગિક યુવકો હાજર હોવાનો ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *