Sabarkantha: મુડેટી પાટિયા નજીક કારે છકડાને ઠોકર મારતાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, ઘયલ લોકોને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જ્યાં 24 કલાકના ટૂંકા ગાળામાં જ અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટિયાથી માલાસા રોડ વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંબાજી ખાતે દર્શન કરીને પોતાના વતન દાહોદ અને લુણાવાડા તરફ છકડામાં બેસીને પરત ફરી રહેલા 8 પદયાત્રીઓને એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી કારે જોરદાર અડફેટે લીધા હતા.

કારે છકડાને અડફેટે લેતાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત

કારની ટક્કર એટલી ભયાનક હતી કે છકડો રસ્તા પરથી ફાંગોલાઈને બાજુના ખાડામાં પલટી મારી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં છકડામાં સવાર તમામ 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

કારચાલક અકસ્માત સર્જી ફરાર

ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. માર્ગો પર બેફામ દોડતા વાહનો અને સતત વધતા અકસ્માતોને પગલે સ્થાનિક તંત્ર તથા ટ્રાફિક પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ અને સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Kheralu: અરઠી પાટિયા નજીક અકસ્માતમાં 4 ઘાયલ; તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનના પતિ અને પુત્ર પણ ઈજાગ્રસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *