Salanpur: શ્રી કષ્ટભંજન દેવ મંદિરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દિવ્ય શણગાર

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

સાળંગપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાદાને ગુલાબી અને સફેદ રંગના કમળ ફૂલની ડિઝાઇન વાળા આકર્ષક વાઘા અને ભવ્ય શણગાર ધરાવાયો હતો. દાદાના ગર્ભગૃહમાં અયોધ્યાનું શ્રી રામ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, કેદારનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી સાથે સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મહત્વનું છે કે આજના આ શુભદિન નિમિત્તે સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે ભવ્ય આશીર્વાદનો દીવડો અને શ્રમદાન કાર્યક્રમનું સમયઃ સાંજે 5:00 કલાકે આયોજન સાળંગપુર ખાતે કરવામાં આવ્યું હતું. 11,111 દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *