Sandesh Exclusive : શાહીબાગથી કેમ્પ સદર બજાર સુધી રોડ બનાવ્યો, તંત્ર ફ્રેન્ચવેલ હટાવવાનું ભૂલી ગયું

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-વનની કામગીરી વર્ષ-2006માં શરૂ કરવામાં આવી હતી.રૂપિયા 1200 કરોડથી વધુ ખર્ચના આયોજન સાથે શરૂ કરવામાં આવેલા ફેઝ-વનની મોટાભાગની કામગીરી વર્ષ-2014 સુધીમાં પૂરી કરી દેવાઈ હોવાના દાવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા હતા.પરંતુ ફેઝ-વનમાં શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધી કેન્ટોન્મેન્ટ બોર્ડ પાસેથી જમીન મેળવી કેન્ટોન્મેન્ટના પાછળના ભાગમાં બે કિલોમિટરનો રોડ બનાવવામાં સ્માર્ટ સિટીના અધિકારીઓએ રીતસરનું બુદ્ધિનું દેવાળું કાઢ્યું હોય એમ રોડની મોટાભાગની કામગીરી પૂરી થવા આવી હોવા છતાં રોડ વચ્ચેથી હયાત ફ્રેન્ચવેલ હટાવવામાં આવ્યો નથી.

આટલી મોટી બેદરકારી કોઈના ધ્યાનમાં ના આવી

રૂપિયા 15 કરોડના ખર્ચથી શાહીબાગ ડફનાળા કેમ્પ સદર બજાર સુધીના વિસ્તારમાં રોડ બનાવવાનું આયોજન કરાયું હોય ત્યારે આટલી મોટી બેદરકારી કોઈના ધ્યાનમાં કયા કારણથી ન આવી એ બાબત તપાસ માંગી લે તેવી છે.આ અંગે સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-વનના આયોજનમાં જ શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના બે કિલોમીટર વિસ્તારમાં રોડ બનાવવાનું આયોજન કરાયું હતું.પરંતુ કેન્ટોન્મેન્ટ બોર્ડ સાથે થયેલા એમઓયુ મુજબ જમીન મળ્યા પછી આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

અમદાવાદ રિવરફ્રન્ટ

પ્રોજેક્ટમાં આયોજન શું હતું?

આ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ્રલ વર્જની બંને બાજુએ આશરે 6.75 મીટર પહોળાઈનો રોડ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત એમ્પર પ્રોમનાડ અને ફૂટપાથના વિસ્તારોમાં ટ્રી પ્લાન્ટેશન, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વિકસાવવામાં આવશે. તંત્રનું કહેવું છે કે, આ કામગીરીમાં હયાત ફેન્સવેલ ઉતારી તેની પાઈપલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની તથા સદર બજાર તરફ ટ્રાફિકની વોટર લાઈન નાખવાની કામગીરી કરવા કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગને જાણ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર નવા બની રહેલા રોડનો અણઘડ માસ્ટરપ્લાન!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટને ગાડી-મુક્ત કરવાનો અનોખો માસ્ટરપ્લાન બનાવ્યો છે! શાહીબાગ પાસે 15 કરોડના રોડ અને ફેન્સવેલ વચ્ચે એવી ભયાનક બેદરકારી દાખવવામાં આવી છે કે કાર પસાર થવાની તો વાત જ દૂર રહી અંદર જઈ પણ શકતી નથી.જો કાર લાવશો તો છત બ્રિજ સાથે અથડાઈને ભંગાર બનશે અને જો પગપાળા નીકળતા નાગરિકે પણ ફરજિયાત માથું નમાવીને વાંકા વળીને જ જવું પડશે.સ્માર્ટ સિટીના કાગળ પરતી ડિગ્રીઓ ધરાવતા એન્જિનિયરોના આ અણઘડ આયોજનને જનતાના ટેક્સના નાણાંનું આંધણ કરીને કાળા સમાન અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *