Sayla: વાડીમાં 7 કિલો ગાંજો મૂકી નિર્દોષને ફસાવનાર બાતમીદાર જ નીકળ્યો આરોપી; 2 ની ધરપકડ

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-મૂળી રોડ પર આવેલી એક વાડીમાંથી થોડા દિવસો પૂર્વે પોલીસે દરોડો પાડીને ૭ કિલો જેટલો ગેરકાયદેસર સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. શરૂઆતમાં આ મામલો નશીલા પદાર્થોની તસ્કરીનો લાગતો હતો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

સાયલા-મૂળી રોડ પર વાડીમાંથી ગાંજો ઝડપાયો

પોલીસની ટેકનિકલ અને ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, સાયલાના કરશનપરા વિસ્તારમાં રહેતા વાડી માલિક ગોપાલ જેઠાભાઈ સભાણી આ કેસમાં સાવ નિર્દોષ છે. તેમને અંગત મનદુઃખ કે વેરભાવના કારણે ગેરકાયદે ગાંજાના કેસમાં ફસાવી દેવા માટે તેમની વાડીમાં છૂપી રીતે આ જથ્થો મૂકવામાં આવ્યો હતો.પોલીસની સતર્કતાથી ખુલાસો થયો હતો કે જે વ્યક્તિએ પોલીસને વાડીમાં ગાંજો હોવાની ‘સચોટ બાતમી’ આપી હતી, તે પોતે જ આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સુત્રધાર હતો. બાતમીદાર અરજણ ઉર્ફે ભુવા શિયાળ અને તેના સાગરીત દેવજીભાઈ મીરે મળીને ગોપાલ સભાણીને જેલહવાલે કરવા માટે આ યોજના બનાવી હતી.

મહારાષ્ટ્રના સપ્લાયરને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

સુરેન્દ્રનગર પોલીસે કાવતરું ઘડી નિર્દોષને ફસાવવાના ગુનામાં અરજણ ઉર્ફે ભુવા શિયાળ અને દેવજીભાઈ મીરની વિધિવત ધરપકડ કરી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે વાડીમાં પ્લાન્ટ કરવા માટે આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગાંજો મોકલનાર મુખ્ય શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *