SC On SIR: ફોર્મ 6 તો ફર્સ્ટ ટાઇમ વોટર માટે હોય છે તો પછી…. SIR અંગે ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

📅 Published: October 28, 2026 | 📂 Category: India National

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચ સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે, જે મતદારો પહેલેથી જ મતદાર યાદીમાં સામેલ છે, તેમને ફરીથી નોંધણી કરાવવા માટે ‘ફોર્મ-6’ (જે ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓ માટે છે) ભરવા માટે શા માટે કહેવામાં આવી રહ્યું છે? જે મતદારોએ પોતાનું સરનામું બદલ્યું છે, તેમના માટે તો ‘ફોર્મ-8’નો ઉપયોગ થઈ શકે છે.

ફોર્મ સબમિટ ન કરાવો તો મતદાનનો અધિકાર નહીં ? – SC

ન્યાયમૂર્તિ બાગચીએ પ્રશ્ન કર્યો કે, જો કોઈ મતદાર જરૂરી ફોર્મ જમા કરાવવામાં નિષ્ફળ જાય, તો શું તેઓ કાયમ માટે પોતાનો મતદાન કરવાનો અધિકાર ગુમાવી બેસશે? કોર્ટે નોંધ્યું કે, કામકાજ કે અન્ય કારણોસર એક-બે મહિના માટે બહાર ગયા હોવાને કાયમી સ્થળાંતર ગણી શકાય નહીં.

જે મતદારોના નામ રહી ગયા હોય તેમને સંપર્ક કરો- સુપ્રીમ કોર્ટ 

ન્યાયપીઠે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો કે, જે મતદારોના નામ યાદીમાંથી રહી ગયા હોય તેમનો સક્રિયપણે સંપર્ક કરવામાં આવે અને યાદીમાંથી જેમના નામ દૂર કરવામાં આવ્યા છે, તે નામોની યાદી સરળ હિન્દી તેમજ સ્થાનિક ભાષાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવે. કોર્ટે 30 ઓક્ટોબરની અંતિમ તારીખ (ડેડલાઇન) પર પણ સવાલ ઉઠાવ્યો અને સૂચન કર્યું કે, આ તારીખ પછી મળેલા ફોર્મ પણ સ્વીકારવા જોઈએ. ચૂંટણી પંચને બે અઠવાડિયાની અંદર આ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *