Shafali Vermaએ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, માત્ર આટલા બોલમાં ફટકારી અડધી સદી

📅 Published: September 13, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ એશિયા કપ 2026ની ફાઈનલમાં શાનદાર બેટિંગ કરીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા સામેની ફાઈનલમાં શેફાલીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને માત્ર 24 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે મહિલા એશિયા કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટર બની ગઈ છે.શેફાલીએ શ્રીલંકાના બોલરો સામે કોઈ દબાણ અનુભવ્યા વગર એક પછી એક મોટા શોટ ફટકાર્યા હતા. તેની અડધી સદીની ઈનિંગ્સમાં 2 છગ્ગા અને 7 ચોગાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેણે આ રેકોર્ડ સ્મૃતિ મંધાનાને પાછળ છોડીને બનાવ્યો છે.

મંધાનાનો રેકોર્ડ તૂટ્યો

આ પહેલાં મહિલા એશિયા કપમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાના નામે હતો. મંધાનાએ 2022માં માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી હતી.હવે શેફાલીએ શ્રીલંકા સામે 24 બોલમાં પચાસ રન પૂરા કરીને મંધાનાનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.શેફાલીની આ ઈનિંગ્સ તેની આક્રમક બેટિંગની ઓળખને ફરી એકવાર સાબિત કરે છે. તેણે શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું હતું અને ભારતીય ટીમને ફાઈનલમાં ઝડપી શરૂઆત અપાવી હતી.

એશિયા કપમાં સતત શાનદાર પ્રદર્શન

શેફાલી વર્મા માટે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી ખાસ રહ્યું છે.તેણે શ્રીલંકા સામેની ફાઈનલ પહેલાં પણ મહત્વની મેચોમાં અડધી સદી ફટકારી હતી.સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે તેણે અડધી સદી બનાવી હતી.આ ઉપરાંત થાઈલેન્ડ સામે પણ તેના બેટમાંથી અડધી સદી આવી હતી.આ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે શેફાલી મોટા મુકાબલામાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.ફાઈનલ જેવી મહત્વની મેચમાં પણ તેણે શરૂઆતથી જ આક્રમક રમત બતાવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.

શેફાલી અને મંધાનાની રેકોર્ડ ભાગીદારી

ફાઈનલમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતને જોરદાર શરૂઆત અપાવી હતી.બંનેએ માત્ર 10.2 ઓવરમાં સદીની ભાગીદારી નોંધાવી હતી.શ્રીલંકાની કેપ્ટન ચામરી અટાપટ્ટુની ઓવરમાં બંનેએ આક્રમક બેટિંગ કરી હતી.આ ઓવરમાં ભારતીય ઓપનરોએ 2 છગ્ગા અને 1 ચોગા સહિત કુલ 20 રન બનાવ્યા હતા. આ કારણે ભારતે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી હતી.શેફાલી બાદ સ્મૃતિ મંધાનાએ પણ ઝડપી અડધી સદી પૂરી કરી હતી.મંધાનાએ 35 બોલમાં પોતાના 50 રન પૂર્ણ કર્યા હતા.આ સાથે શેફાલી અને મંધાના વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠી વખત સદીની ભાગીદારી નોંધાઈ હતી.આ જોડીએ UAEની ઈશા ઓઝા અને તીર્થા સતીશની T20માં 6 સદીની ભાગીદારીના રેકોર્ડની પણ બરાબરી કરી છે. શેફાલીનો ઝડપી અડધો સદીનો રેકોર્ડ અને મંધાના સાથેની આ ભાગીદારી ફાઈનલમાં ભારતની મજબૂત શરૂઆતનું મુખ્ય કારણ બની છે.

આ પણ વાંચો – Jasprit Bumrahએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *