Shafali Vermaએ મચાવી ધૂમ, સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ

📅 Published: September 20, 2026 | 📂 Category: cricket

એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. શેફાલીએ અણનમ સદી ફટકારીને મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સાથે તેમણે સ્મૃતિ મંધાનાનો અગાઉનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.શેફાલી વર્મા આ મેચમાં શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળી હતી. તેમણે બાંગ્લાદેશના બોલરો સામે સતત બાઉન્ડરી ફટકારી અને પોતાની સદી પૂરી કરી. તેમની આ ઇનિંગ્સ માત્ર ટીમ માટે મહત્વપૂર્ણ રહી નહોતી, પરંતુ વ્યક્તિગત રીતે પણ કારકિર્દીની મોટી સિદ્ધિ બની છે.

મંધાનાનો રેકોર્ડ તોડ્યો

મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અગાઉ સ્મૃતિ મંધાનાના નામે હતો. મંધાનાએ 2024માં કુલ 763 રન બનાવ્યા હતા.જોકે, 2026માં શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરીને આ આંકડો પાછળ છોડી દીધો છે.બાંગ્લાદેશ સામેની સદી બાદ શેફાલીના 2026ના T20I રનનો આંકડો 815 સુધી પહોંચી ગયો છે. આ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે મહિલા T20Iમાં સૌથી વધુ રન બનાવનારી બેટર બની ગઈ છે

50થી વધુ રનની ઇનિંગ્સમાં પણ મંધાનાની બરાબરી

શેફાલી વર્માએ માત્ર કુલ રનનો રેકોર્ડ જ તોડ્યો નથી. એક કેલેન્ડર વર્ષમાં મહિલા T20Iમાં સૌથી વધુ 50થી વધુ રનની ઇનિંગ્સના મામલે પણ તેમણે સ્મૃતિ મંધાનાના રેકોર્ડની બરાબરી કરી છે.શેફાલી હાલમાં શાનદાર ફોર્મમાં છે અને એશિયન ગેમ્સમાં પણ તેમનું બેટ જોરદાર રીતે ચાલી રહ્યું છે. સતત મોટી ઇનિંગ્સ રમવાને કારણે તે ભારતીય ટીમની મહત્વની બેટર બની રહી છે.

Shafali Verma T20I Record

એશિયા કપમાં પણ શેફાલીનો દબદબો

આ પહેલાં રમાયેલી મહિલા એશિયા કપ સ્પર્ધામાં પણ શેફાલી વર્મા સૌથી વધુ રન બનાવનારી બેટર રહી હતી. તેમણે ટૂર્નામેન્ટમાં 5 મેચમાં કુલ 236 રન બનાવ્યા હતા. તેમની બેટિંગ સરેરાશ 47.20 અને સ્ટ્રાઇક રેટ 171.01 રહ્યો હતો.સ્મૃતિ મંધાનાએ એશિયા કપમાં 213 રન બનાવ્યા હતા અને સૌથી વધુ રન બનાવનારી બેટર્સની યાદીમાં બીજા સ્થાને રહી હતી. આમ, તાજેતરના સમયમાં શેફાલી અને મંધાના બંને ભારતીય બેટિંગની મહત્વની કડી બની રહ્યા છે.

ભારતે બાંગ્લાદેશ સામે 195 રન બનાવ્યા

સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામે હવે જીત માટે 196 રનનો લક્ષ્યાંક હતો.ભારત તરફથી શેફાલી વર્માએ 100 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સ્મૃતિ મંધાનાએ 37 રન બનાવ્યા હતા, જ્યારે હરમનપ્રીત કૌરે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.શેફાલીની સદી અને રેકોર્ડ સાથે ભારતે સેમિફાઇનલમાં મજબૂત સ્કોર ઉભો કર્યો છે. હવે બાંગ્લાદેશ સામે ભારતીય બોલરો પર ટીમને ફાઇનલમાં પહોંચાડવાની જવાબદારી રહેશે.

આ પણ વાંચો– Smriti Mandhana World Record: ભારતીય સ્ટાર ઓપનરે રચ્યો ઇતિહાસ, આ યાદીમાં ટોચ પર પહોંચી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *