Shankersinh Vaghelaનો પલટવાર, કહ્યું 'બાપુની મજાક ન કરો', માંફી માંગવા અંગે કહી આ વાત, Video

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

સવર્ણ સમાજ અને અનામત મુદ્દે આપેલા પોતાના વિવાદીત નિવેદનને લઈને ચારેય બાજુથી ઘેરાયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના નિવેદનથી પીછેહઠ કરવાના નથી અને માફી માંગવાની ક્યારેય કોઈ જરૂર નથી. શંકરસિંહે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ક્યારેય પોતાના નિવેદનો ફેરવતા નથી. આ સાથે જ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર અનામત વિરોધી છે અને તેઓ 70% વસ્તી ધરાવતા બક્ષીપંચ અને અન્ય વર્ગોની વિરુદ્ધ છે.

‘મારી સાથે મજાક ન કરો’

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે બોલ્યો છું, એ ડંકાની ચોટ પર બોલ્યો છું, અને માફી માંગવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો સમજ્યા. ભાજપે મારું નિવેદન ફેરવી તોળ્યું છે. ભાજપની સરકાર અનામત વિરોધી છે. હું બ્રહ્મ સમાજનો વિરોધી ન હોઈ શકું. પરશુરામ ભગવાનની રજા આપનાર વિરોધી હોઈ શકે પાટીદારો માટે પણ હંમેશા ઉભો રહ્યો છું. હું ચીલાચાલુ રાજકારણી નથી. જે કહ્યું તે ડંકાની ચોટ પર કહ્યું છે. હું ચેતવણી આપું છે કે મારી સાથે મજાક ન કરો.

ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા નિવેદનની સખત ટીકા

શંકરસિંહ વાઘેલાના આ નિવેદન સામે હવે ક્ષત્રિય સંકલન સમિતિ પણ મેદાને આવી ગઈ છે. સમિતિ દ્વારા શંકરસિંહના નિવેદનને સંપૂર્ણપણે રાજકીય ગણાવીને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું છે. સમિતિનું માનવું છે કે, જ્યારે ગુજરાતના તમામ સમાજો ભાઈચારાથી અને હળીમળીને સાથે રહી રહ્યા છે, ત્યારે આવા વિભાજનકારી નિવેદનો આપવા ક્યારેય યોગ્ય નથી.

<a href="

==” target=”_blank”>

==

મેલું ઉપાડવાની વાત કાયદાકીય રીતે પણ ખોટી

ક્ષત્રિય સંકલન સમિતિના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે, શંકરસિંહ દ્વારા જે પ્રકારે મેલું ઉપાડવા અંગેની ટિપ્પણી કરવામાં આવી છે, તે સામાજિક રીતે તો અયોગ્ય છે, જ પરંતુ સાથે સાથે કાયદાકીય રીતે પણ સંપૂર્ણપણે ખોટી છે. સમાજમાં અસંતોષ ફેલાવતા આવા નિવેદનોથી રાજકીય રોટલો શેકવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Shankersinh Vaghelaના વિવાદીત નિવેદનથી રાજકારણ ગરમાયું, સવર્ણ સમાજમાં ભારે રોષ, માફીની માગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *