Shikhar Dhawan : 4 વર્ષથી દીકરાનો અવાજ પણ નથી સાંભળ્યો શિખર ધવને, પત્ની સોફી માટે કહી દિલની વાત!

📅 Published: November 16, 2026 | 📂 Category: cricket

ક્રિકેટર શિખર ધવને ફિલ્મ ડબલ એક્સએલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. શિખર ધવને 2026માં આયર્લેન્ડની સોફી શાઈન સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં તેણે પોતાના ઘરની ટૂર પણ કરાવી હતી. શિખર ધવનની પર્સનલ લાઈફ અવારનવાર ચર્ચામાં રહે છે. હવે શિખરે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી તેની દીકરા સાથે વાત થઈ નથી.

પહેલી પત્ની આયશા મુખર્જી સાથે 2023માં થયા હતા છૂટાછેડા

સોફી પહેલા શિખરના લગ્ન આયશા મુખર્જી સાથે થયા હતા. બંનેના લગ્ન 2012માં થયા હતા. તેમને આ લગ્નથી એક દીકરો પણ છે. શિખરનો દીકરો શિખર સાથે નથી રહેતો. 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. કોર્ટે શિખરને દીકરાની પરમેનન્ટ કસ્ટડી નહોતી આપી પરંતુ વિઝિટિંગ રાઈટ્સ આપ્યા હતા અને વીડિયો કોલ્સ પર વાત કરવાની પરમિશન પણ આપી હતી. પરંતુ શિખર પોતાના દીકરા સાથે વાત કરી શકતો નથી. તે પોતાના દીકરાને ઘણો મિસ કરે છે.

દીકરાને લઈને શિખર ધવને કર્યું રિએક્ટ

કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં શિખરે કહ્યું, હું બ્લોક કરવામાં આવેલા નંબર પર તેને ટેક્સ્ટ કરું છું. હું મેનિફેસ્ટ કરું છું કે તે મારી જિંદગીમાં પાછો આવી જાય.

Shikhar Dhawan Son, Shikhar Dhawan Wife Sophie (2)

પત્ની સોફીના શિખરે કર્યા વખાણ

આ ઉપરાંત શિખરે સોફી સાથેના સંબંધ પર વાત કરી. તેણે કહ્યું, સેપરેશન બાદ જ્યારે હું 3-4 વર્ષ એકલો હતો ત્યારે મેં ઘણું એન્જોય કર્યું. જોકે, સોફી જ્યારથી મારી જિંદગીમાં આવી છે, ત્યારથી મારી લાઈફમાં સ્ટેબિલિટી આવી ગઈ છે. મારું રૂટિન સારા માટે બદલાઈ ગયું છે. હું ડિસિપ્લિન્ડ થઈ ગયો છું અને શાંતિથી મારી જિંદગી જીવી રહ્યો છું.

Shikhar Dhawan Son, Shikhar Dhawan Wife Sophie (1)

દુબઈમાં મુલાકાત બાદ બદલાયો શિખરનો વિચાર

આયશાથી અલગ થયા બાદ શિખરે વિચાર્યું હતું કે તે હવે ક્યારેય લગ્ન નહીં કરે પરંતુ જ્યારે તે સોફીને દુબઈમાં મળ્યો ત્યારે તેનો નજરિયો બદલાઈ ગયો. પછી થોડો સમય ડેટ કર્યા બાદ શિખર ધવન અને સોફીએ લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો-થિયેટર્સ બાદ OTT પર પણ ધુરંધર નીકળી આ એક્શન-કોમેડી ફિલ્મ! રિલીઝ થતા જ ટ્રેન્ડિંગ લિસ્ટમાં બની નંબર-1


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *