ટીમ ઈન્ડિયાના સ્ટાર શુભમન ગિલ T20 વર્લ્ડકપ 2026 દરમિયાન તેના કઝીન ભાઈના લગ્નમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શુભમન ગિલને ભારતની T20 ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગ્લોબલ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો નથી.
શુભમન ગિલે પંજાબમાં તેના કઝીન ભાઈ વર્નૂર બ્રારના લગ્નના રિસેપ્શનમાં તેના પરિવાર સાથે હાજરી આપી હતી. સેલિબ્રેશન દરમિયાન શુભમન ગિલ તેના ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળ્યો હતો.
લગ્નમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો શુભમન ગિલ
આ સ્ટાર ક્રિકેટરે ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો, જેમાં તેને મરૂન કુર્તો પહેર્યો હતો. તે બોલીવુડના કેટલાક હિટ સંગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો, સેરેમનીમાં હાજર બધા સાથે ધૂમ મચાવતો હતો. વીડિયોમાં તે દુલ્હન સાથે નાચતો પણ જોવા મળી રહ્યો છે. મેદાનની બહારના કાર્યક્રમ દરમિયાન ગિલનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં તેને પોતાના ડાન્સ મૂવ્સથી ફેન્સનું દિલ જીતી લીધું.
ગિલ હવે મેદાન પર ક્યારે જોવા મળશે?
શુભમન ગિલ IPL 2026માં જોવા મળે તેવી શક્યતા છે, જે T20 વર્લ્ડકપ 2026ના સમાપન પછી તરત જ શરૂ થશે. તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે અને IPL 2026ના ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝ દ્વારા તેને રિટેન કરવામાં આવ્યો હતો. રાઈટ હેન્ડેડ આ બેટર તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝ દરમિયાન સૌરાષ્ટ્ર સામે રણજી ટ્રોફી 2025-26 મેચમાં પંજાબ માટે રમ્યો હતો. ગિલે ODI સિરીઝમાં સારું ફોર્મ બતાવ્યું હતું, 3 મેચમાં 2 અડધી સદી ફટકારી હતી.
છેલ્લી IPL કેવી રહી?
તે આગામી IPL સિઝનમાં સારું પ્રદર્શન કરીને T20 ઈન્ટરનેશનલ ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે કટિબદ્ધ રહેશે. શુભમન ગિલે IPL 2025 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેને 15 મેચોમાં 50.00 ની એવરેજ અને 155.87 ના સ્ટ્રાઈક રેટથી 650 રન બનાવ્યા હતા, જેમાં 6 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ
