Shubman Gill Birthday : ભારતીય વનડે અને ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન શુભમન ગીલની ગણના ક્રિકેટ જગતના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. આજે તે પોતાનો 27મો જન્મદિવસ મનાવી રહ્યો છે. શુભમનનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના ફાઝલીકામાં થયો હતો. ગીલે વનડે અને ટેસ્ટમાં જોરદાર બેટિંગ કરીને સતત પોતાનું સ્થાન ટીમમાં મેળવવામાં સફળ રહ્યો છે. તેણે જાન્યુઆરી 2019માં ન્યુઝીલેન્ડ સામે રમીને વનડેમાં ડેબ્યું કર્યું હતું.
સૌ પ્રથમ અન્ડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યો
પહેલીવાર ગીલ અન્ડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યો હતો.તેના આ અદભુત પ્રદર્શનને કારણે ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. તેણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યા બાદ શરૂઆતમાં જ તેણે ધુંઆધાર બેટિંગ કરીને બધાને ચોકાવી દીધા હતા. તે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ પોતાના નમે કરી ચુક્યો છે.
શુભમન ગીલના 5 રેકોર્ડ
1). સૌથી ઓછી ઉંમરમાં વનડેમાં બેવડી સદી ફટકારીને તેણે ઈતિહાસ રચી દીચો હતો. તેણે માત્ર 23 વર્ષ 123 દિવસની ઉંમરે આ કારનામું કરી બતાવ્યું હતું. તેણે આ રેકોર્ડ તોડવો ઘણો મુશ્કેલ છે.
2). શુભમન ગીલ વનડેના ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 અને 2500 રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેણે 38 વનડે ઇનિંગ્સમાં 2000 રન પુરા કર્યા હતા, અને 50 ઇનિંગમાં 2500 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ભારત માટે વનડેમાં સૌથી ઝડપી 3000 રન બનાવવા ખેલાડી પણ તે જ છે.
3). ટેસ્ટ ફોર્મેટમાં પણ ગીલનો રેકોર્ડ ખુબ સરસ રહ્યો છે. તેણે એક ટેસ્ટ મેચમાં બેવડી સદી અને 150+ રન બનાવ્યા છે. આવો રેકોર્ડ બનાવનાર તે દુનિયાનો એક જ ખેલાડી છે.
4). તેણે ઇંગ્લેન્ડની ધરતી ઉપર પણ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ સામે 269 રન કરીને ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેનો સૌથો બેસ્ટ વ્યક્તિગત સ્કોર છે.
5). વર્ષ 2023માં વનડે ફોર્મેટમાં ગીલે 1584 રન બનાવ્યા હત્યા. વનડેમાં એક વર્ષમાં 1500થી વધુ રન બનાવનાર તે ચોથો ભારતીય ખેલાડી છે. અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ આ ઉપલબ્ધી હાંસલ કરી ચૂક્યા છે.
