Shubman Gill Record: માઈકલ બેવનનો રેકોર્ડ તોડી ગિલે રચ્યો નવો ઇતિહાસ

📅 Published: October 2, 2026 | 📂 Category: cricket

શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં અણનમ બેવડી સદી ફટકારીને ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. ગિલની આ ઐતિહાસિક ઇનિંગ માત્ર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત માટે જ નહીં, પરંતુ એક મોટા વ્યક્તિગત રેકોર્ડ માટે પણ યાદ રહેશે. ગિલે ODI ક્રિકેટમાં ઓછામાં ઓછી 50 ઇનિંગ્સ રમનારા બેટ્સમેનોમાં સૌથી વધુ બેટિંગ એવરેજનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ મામલે ગિલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન માઈકલ બેવનને પાછળ છોડી દીધા છે. બેવનને ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશરોમાં ગણવામાં આવે છે. આ યાદીમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમ પણ સામેલ છે.

ગિલે 406 રનના લક્ષ્યાંકનો પીછો કરાવ્યો

વેસ્ટ ઈન્ડિઝે બીજી ODIમાં પ્રથમ બેટિંગ કરીને ભારત સામે 406 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ભારતે અગાઉ ODI ક્રિકેટમાં 400થી વધુ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો નહોતો. જોકે, શુભમન ગિલની અણનમ 223 રનની શાનદાર ઇનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ આ મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કરીને ઐતિહાસિક જીત નોંધાવી.ગિલે આ ઇનિંગ દરમિયાન માત્ર 133 બોલનો સામનો કર્યો હતો. તેની ઇનિંગમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે માત્ર 117 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ પ્રદર્શનથી ગિલે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

માઈકલ બેવનનો રેકોર્ડ તોડ્યો

માઈકલ બેવનનો રેકોર્ડ પાછળ છૂટ્યોવેસ્ટ ઈન્ડિઝ સામેની અણનમ 223 રનની ઇનિંગ બાદ ગિલની ODI બેટિંગ એવરેજ 65.12 સુધી પહોંચી છે. ઓછામાં ઓછી 50 ODI ઇનિંગ્સ રમનારા બેટ્સમેનોમાં આ આંકડો ઐતિહાસિક છે.માઈકલ બેવને પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાં 63.06ની બેટિંગ એવરેજ મેળવી હતી. જોકે, કરિયરના અંતે તેમની ODI એવરેજ 53.17 રહી હતી. બેવને પોતાના ODI કરિયરમાં 196 ઇનિંગ્સમાં 6,912 રન બનાવ્યા હતા અને 66 વખત અણનમ રહ્યા હતા.ગિલે હાલમાં 68 ODI ઇનિંગ્સમાં 65.12ની એવરેજ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના નામે 11 સદી અને 20 અડધી સદી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Cricket Top-5 Batting Averages

વિરાટ કોહલી અને બાબર આઝમ પણ યાદીમાં

ODI ક્રિકેટમાં બેટિંગ એવરેજના મામલે વિરાટ કોહલી અને બાબર આઝમ પણ ટોચના બેટ્સમેનોમાં સામેલ છે. વિરાટ કોહલીએ પોતાના ODI કરિયરમાં 60.31ની સર્વોચ્ચ બેટિંગ એવરેજ નોંધાવી છે, જ્યારે બાબર આઝમની એવરેજ 60.11 રહી છે.આ આંકડા દર્શાવે છે કે ગિલે ખૂબ જ ઓછા સમયમાં ODI ક્રિકેટમાં પોતાની બેટિંગની મજબૂત છાપ છોડી છે.

પ્રથમ ODIમાં પણ ફટકારી હતી સદી

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ગિલનું બેટ સતત રન બનાવી રહ્યું છે.પ્રથમ ODIમાં તેણે 108 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.ભારતે આ મેચ 8 વિકેટે જીતી હતી.ત્યારબાદ બીજી ODIમાં ગિલે પોતાની બેટિંગને વધુ એક સ્તરે પહોંચાડી દીધી.406 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે તે એક છેડો સંભાળીને ઉભો રહ્યો અને અણનમ 223 રન ફટકારીને ભારતની ઐતિહાસિક જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.શુભમન ગિલની સતત બે મેચમાં આવી શાનદાર બેટિંગ બાદ હવે ક્રિકેટ જગતમાં તેની ODI કારકિર્દીના આંકડાઓની ખાસ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો – ICC Rules :ICCનો માસ્ટરસ્ટ્રોક, હવે દરેક સેકન્ડનો હિસાબ રાખવો પડશે, ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *